યુરોપનો આ દેશ બન્યો દુનિયાનો પહેલો કેશલેસ દેશ, બાળકોથી લઈ વૃદ્ધો કરે છે ડિજિટલ પેમેન્ટ

Spread the love

 

યુરોપિયન દેશ સ્વીડન દુનિયાનો પ્રથમ સંપૂર્ણપણે કેશલેસ દેશ બની ગયો છે. અહીં, બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી દરેક વ્યક્તિ એપ દ્વારા પેમેન્ટ કરે છે. અહીંયા વૃદ્ધોને પણ એપ દ્વારા પેમેન્ટ કરવા માટે ઔપચારિક રીતે તાલીમ આપવામાં આવી છે. એક સમયે આ દેશ યુરોપમાં પહેલો હતો, જેમણે કાગળની નોટો જારી કરી હતી.

પરંતુ હવે અહીં 1% કરતા ઓછા ટ્રાન્ઝેક્શન રોકડમાં થાય છે. બાકીનું બધું ડિજિટલ માધ્યમો દ્વારા જેમ કે મોબાઇલ એપ, ડેબિટ કાર્ડ અથવા કોન્ટેક્ટલેસ પેમેન્ટથી કરવામાં આવે છે.

કેવી રીતે થયું સ્વીડન કેશલેસ
વર્ષ 2010માં સ્વીડનમાં લગભગ 40% પેમેન્ટ રોકડ દ્વારા કરવામાં આવતું હતું, પરંતુ 2023 સુધીમાં આ આંકડો ઘટીને 1%થી ઓછો થઈ ગયો. આનો અર્થ એ થયો કે, છેલ્લા દાયકામાં દેશે લગભગ સંપૂર્ણપણે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અપનાવી લીધી છે.

Swish નામની મોબાઇલ પેમેન્ટ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. આજે તેના 8 મિલિયનથી વધુ યુઝર્સ છે, જે દેશની વસ્તીના 75%થી વધારે છે. લોકો બિલ ચુકવણીથી લઈને શેરી વિક્રેતાઓ સુધી દરેક વસ્તુ માટે તેનો ઉપયોગ કરે છે.

બાંગ્લાદેશમાં છે બ્લડ મનીનો કોન્સેપ્ટ, શું તેનાથી પોતાની સજા ટાળી શકે છે શેખ હસીના?

બેન્કિંગ સિસ્ટમમાં બદલાવ
હવે સ્વીડિનની 50%થી વધુ બેન્ક શાખાઓ પેમેન્ટ સંચાલન કરતી નથી. એટીએમ ઝડપથી ઘટી રહ્યા છે અને દુકાનોમાં “No Cash Accepted” લખેલા બોર્ડ સામાન્ય બની ગયા છે.

વૃદ્ધો માટે પણ સરળ
ડિજિટલ સુવિધા દરેક ઉંમરના લોકો સુધી પહોંચી ગઈ છે. ત્યાં સુધી કે, 65 વર્ષથી વધુ ઉંમરના 95% લોકો પણ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે. સરકારે ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમો ચલાવીને વૃદ્ધોને પણ આ બદલાવમાં સામેલ કર્યા છે.

ડિજિટલ કરન્સી e-Krona
સ્વીડનની કેન્દ્રીય બેન્ક Riksbank હવે e-Krona નામની ડિજિટલ કરન્સી પર કામ કરી રહી છે, જેથી ભવિષ્યમાં અર્થતંત્રને વધુ સુરક્ષિત અને આધુનિક બનાવી શકાય.

સદ્દામ હુસૈન, ભુટ્ટો અને ચાઉસેસ્કુ… શેખ હસીના પહેલા કયા નેતાઓને થઈ છે ફાંસીની સજા?

અન્ય દેશોના સ્ટેટસ
સ્વીડન પછી નોર્વે, ફિનલેન્ડ અને દક્ષિણ કોરિયા જેવા દેશો પણ ઝડપથી કેશલેસ થઈ રહ્યા છે, જેમાં રોકડ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન 5% કરતા ઓછા થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *