આ શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી વર્ષ આપણી પેઢી માટે ફક્ત ઉત્સવ નહીં, પણ એક દિવ્ય વરદાન છે ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Spread the love

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું, આ શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી વર્ષ આપણી પેઢી માટે ફક્ત ઉત્સવ નહીં, પણ એક દિવ્ય વરદાન છે. તેમણે કહ્યું હતું કે ભલે તેઓ આપણી વચ્ચે હાજર નથી, તેમના ઉપદેશો, તેમનો પ્રેમ અને તેમની સેવાની ભાવના લાખો લોકોને માર્ગદર્શન આપે છે. તેમના ઉપદેશોનો પ્રભાવ લોકોમાં દેખાય છે. PM નરેન્દ્ર મોદી બુધવારે આંધ્રપ્રદેશ અને તામિલનાડુની મુલાકાતે છે. PM સૌપ્રથમ આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં સત્ય સાંઈ બાબા મંદિર અને મહાસમાધિ ગયા હતા. ત્યાં તેમણે પૂજા કરી અને શ્રદ્ધાંજલિ આપી હતી. જન્મ શતાબ્દી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ, અભિનેત્રી ઐશ્વર્યા રાય અને ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર પણ હાજર રહ્યા હતા. અભિનેત્રી ઐશ્વર્યા રાયે PM મોદીને પગે લાગીને આશીર્વાદ લીધા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સત્ય સાંઈ બાબાનું જીવન વસુધૈવ કુટુમ્બકમનું જીવંત સ્વરૂપ હતું, તેથી તેમની જન્મશતાબ્દી આપણા માટે એક ભવ્ય ઉત્સવ બની ગઈ છે. આ પ્રસંગ નિમિત્તે આજે ₹100નો સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. આ બંને સિક્કા અને ટિકિટ તેમની સેવાને પ્રતિબિંબિત કરે છે. ત્યાર બાદ તેમણે સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં હાજરી આપી. આ કાર્યક્રમ દરમિયાન મોદીએ એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટનો સેટ જાહેર કર્યો. તેમણે સંબોધન કરતાં કહ્યું- માનવ સેવા જ માધવ સેવા છે.
ઐતિહાસિક સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચને ધર્મ અને જાતિ પર ખાસ ભાષણ આપ્યું હતું. તેણીએ ધર્મ અને જાતિ પરના પોતાના વિચારો વિશ્વ સાથે શેર કર્યા હતા. જોકે, પોતાનું ભાષણ આપતા પહેલા, અભિનેત્રીએ ઐશ્વર્યા રાય સ્ટેજ પર હાજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પગે લાગી અને તેમના આશીર્વાદ લીધા હતા. ઐશ્વર્યાના સંસ્કારોએ તેના ફેન્સનું મન જીતી ગયું છે. ફેન્સ તેના ખુબ જ વખાણ કરી રહ્યા છે.
PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 11 વર્ષમાં દેશમાં ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેણે નાગરિકોની સામાજિક સુરક્ષાને નોંધપાત્ર રીતે મજબૂત બનાવી છે અને ગરીબોને રાહત આપી છે. વંચિતો સામાજિક સુરક્ષાના દાયરામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે 2014માં દેશમાં ફક્ત 25 કરોડ લોકો સામાજિક સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. આજે, બાબાના ચરણોમાં બેસીને, હું ખૂબ સંતોષ સાથે કહું છું કે આ સંખ્યા લગભગ 100 કરોડ સુધી પહોંચી ગઈ છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત સરકારે 10 વર્ષ પહેલાં સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી, જેમાં દીકરીઓના શિક્ષણ અને તેમના ઉજ્જવળ ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ દેશની સૌથી વધુ વ્યાજ દર ધરાવતી યોજનાઓમાંની એક છે, જે આપણી દીકરીઓને 8.2% નો સૌથી વધુ વ્યાજ દર આપે છે. અત્યાર સુધીમાં, સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ દેશભરમાં 4 કરોડથી વધુ દીકરીઓ માટે ખાતા ખોલવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં, આ બેંક ખાતાઓમાં 3.25 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ જમા થઈ ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *