
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર સતત બીજા દિવસે અકસ્માત થયો છે. ટ્રક અને કાર વચ્ચેના અકસ્માતમાં કારમાં બેઠેલા બે લોકોનાં મોત થયાં છે, જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં મૃતક અને ઈજાગ્રસ્ત તમામ સુરતના રહેવાસી છે.દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર લક્ષ્મીપુરા ગામ પાસે અકસ્માત થયો હતો. જેને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી. ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે. હાલ પાદરા CHC ખાતે મૃતકોના પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને બંને ઇજાગ્રસ્તને સારવાર પણ આપવામાં આવી રહી છે.