


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી નીતિશ કુમારને બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે શ્રી નીતિશ કુમાર ઘણા વર્ષોથી સુશાસનનો સાબિત ટ્રેક રેકોર્ડ ધરાવતા અનુભવી પ્રશાસક છે અને તેમના આગામી કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ શ્રી સમ્રાટ ચૌધરી અને શ્રી વિજય સિંહાને બિહારના નાયબ મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે બંને નેતાઓએ લોકોની સેવામાં પાયાના સ્તરે વ્યાપકપણે કાર્ય કર્યું છે અને તેમને શુભેચ્છાઓ પાઠવી છે.
શ્રી નરેન્દ્ર મોદીએ બિહાર સરકારમાં મંત્રી તરીકે શપથ લેનારા તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે આ સમર્પિત નેતાઓની એક અદ્ભુત ટીમ છે જે બિહારને નવી ઊંચાઈઓ પર લઈ જશે, અને તેમને શુભેચ્છાઓ પાઠવી છે. X પર એક અલગ પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;” “શ્રી નીતિશ કુમારજીને બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન. તેઓ એક કાર્યક્ષમ અને અનુભવી પ્રશાસક છે. રાજ્યમાં સુશાસનનો તેમનો ઉત્તમ ટ્રેક રેકોર્ડ છે. તેમના નવા કાર્યકાળ માટે મારી હાર્દિક શુભેચ્છાઓ!”.