રાજકોટ સહિત રાજયભરના 62 ઉચ્ચ એસટી અધિકારીઓની બદલી

Spread the love

 

લાંબા સમય બાદ રાજયના એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓની સામૂહિક બદલીઓના ઓર્ડરો ગઈકાલે મોડી સાંજે નિકળ્યા હતા આ બદલીના ઓર્ડરોમાં રાજકોટ સહિત રાજયભરના 62 જેટલા ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. વિભાગીય નિયામક ડીટીઓ અને ડેપો મેનેજર કક્ષાના અધિકારીઓની એક ડીવીઝનમાંથી બીજા ડીવીઝનમાં બદલીઓ કરવામાં આવી છે. ખાસ કરીને ડીટીઓ કક્ષાના અધિકારીઓને વિભાગીય નિયામક તરીકેના પ્રમોશન આપવામાં આવ્યા છે. એસટી વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટમાં છેલ્લા ત્રણેક વર્ષ કરતા વધુ સમયથી ઈન્ચાર્જ વિભાગીય નિયામક તરીકે ફરજ બજાવતા જે.બી. ક્લોતરાને પ્રમોશન સાથે અમદાવાદ ડીસી તરીકે બદલી કરવામાં આવેલ છે. આ ઉપરાંત અમદાવાદમાં ડીસી તરીકે કાર્યરત હિમાંશુ જોષીની રાજકોટ વિભાગીય નિયામક તરીકે બદલી કરવામાં આવી છે. જયારે રાજકોટમાં ડીટીઓ તરીકે ફરજ બજાવતા વી.બી. ડાંગરને જુનાગઢ ડીસી તરીકે મુકવામાં આવેલ છે.
આ ઉપરાંત અમરેલીમાં ડીટીઓ તરીકે કાર્યરત સુશ્રી એચ.આર. કટારાની રાજકોટ વિભાગમાં સીનીયર ડીટીઓ તરીકે બદલી કરવામાં આવેલ છે. તેમજ પાલનપુરમાં ફરજ બજાવતા સીનીયર ડેપો મેનેજર વી.એલ. ચૌધરીને ભૂજ ખાતે મુકવામાં આવેલ છે. જયારે ભૂજના સીનીયર ડીટીઓ પી.પી. ધામાને જુનાગઢ ખાતે તેમજ ભાવનગરના ડીએમઈ કે જે. મહેતાને અમરેલી જયારે અમરેલીના ઈન્ચાર્જ ડીએમઈ પી.એમ. ગોહીલની ભાવનગર ખાતે બદલી કરવામાં આવેલ.. આ ઉપરાંત ડીટીએસ એ.એસ. શેરસીયાની ભૂજ ડેપો મેનેજર તરીકે તથા અમરેલીના સીનીયર ડેપો મેનેજર કરમટાની જુનાગઢ ખાતે અને જુનાગઢના ડેપો મેનેજર વી.એમ. મકવાણાની ઉના ડેપો ખાતે બદલી કરવામાં આવેલ છે. જયારે જામનગરમાં ફરજ બજાવતા ડેપો મેનેજર એન.બી. વરમોરાની જુનાગઢ ખાતે બદલી કરાઈ છે. આ ઉપરાંત અમદાવાદ ખાતે મુખ્ય કામદાર અધિકારી અને પીઆરઓ તરીકે ફરજ બજાવતા આર.ડી. ગલચરની ચીફ મેનેજર (તાલીમ મોનીટરીંગ અને ઓડીટ) મધ્યસ્થ કચેરી અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે. તેમજ સીનીયર અધિકારી સંજય એચ. જોષીની અમદાવાદથી વિભાગીય નિયામક ભરૂચ તરીકે બદલી કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *