રિટાયર્ડ બાદ પેન્શન છતાં અભી ભી મેં જવાન હું, તેમ આઉટસોર્સિંગ “ઘરડા ભરતી”

Spread the love

રિટાયર્ડ બાદ પેન્શન છતાં અભી ભી મેં જવાન હું, તેમ આઉટસોર્સિંગ “ઘરડા ભરતી”

ગુજરાત સરકારનું “ઘરડાઘર”, રીટાયર્ડ બાદ પણ તબડીક તબડીક ડોહલાઓને તગડા બનાવવા કવાયત, અનેક બેકાર નવ યુવાનોની રોજગારીનો પ્રશ્ન?

 

 

ગુજરાત સરકારના કોઈ એવા ડિપાર્ટમેન્ટ કે પછી કોઈ મહાનગરપાલિકા નિગમો કોર્પોરેશનમાં મોટાભાગના રીટાયર્ડ અધિકારીઓ જ રાઝ કરી રહ્યા છે, ત્યારે નવયુવાનોની રોજગારી ઉપર તરાપ કહી શકાય, બાકી જોવા જઈએ તો ડોહલાઓ માટેનું “ઘરડાથર” કહી શકાય, ત્યારે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગન ટુરિઝમ કમિશનરની કચેરીએ ભરતી બહાર પાડી છે. વર્ગ-૧ અને વર્ગ-૨ના કુલ ૨૫ પદ માટે આ જગ્યા ખાલી હોવાનું જણાવાયું છે. જો કે આ ભરતી માટે યુવાન ઉમેદવારો લાયક ગણાશે નહીં, માત્ર સરકારના નિવૃત્ત અધિકારીઓ જ તેમાં લાયક ગણાશે અને સરકારના અધિક કલેક્ટર, નાયબ કલેક્ટર, ચીફ ઓફિસર સહિતના પદો પરથી રીટાયર્ડ થયેલા લોકોને આ ભરતીમાં પાત્ર ગણવામાં આવ્યા છે. કમિશનર કચેરીએ બહાર પાડેલી જાહેરાત અનુસાર નાયબ કમિશનર પદ માટે ૪, આસિસ્ટન્ટ કમિશનર પદ માટે ૮, ૨ સિવિલ એન્જિનિયર તથા જિલ્લા પ્રવાસન અધિકારીના પદ માટે ૮
જગ્યા બહાર પડી છે. આ ભરતી ૧૧ માસના કરાર આધારિત રહેશે. ભરતી જાહેરાતમાં જણાવ્યા અનુસાર આ અધિકારીઓનો પગાર સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ રહેશે. એટલે કે તેઓ નિવૃત્તિ સમયે જે પે-બેન્ડ અને અને ગ્રેડ પે મેળવતા હતા તેના કુલ સરવાળાના ૬૦ ટકા તથા મોંધવારી ભથ્થા સહિતનું પેન્શન તેમને અહીં વેતન સ્વરૂપે મળશે. આ જોઇએ તો ઓછામાં ઓછાં લાખ રૂપિયા તેમને આ વેતનમાં પેન્શન ઉપરાંત મળશે. સરકારનો નિયમ, કુલ મંજૂર જગ્યાના ૨૦ ટકા પદ નિવૃત્તોથી ભરી ન શકાય ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના ૭ જુલાઇ, ૨૦૧૬ના નિયમ અનુસાર કોઇપણ સંજોગોમાં કોઇપણ વિભાગમાં જે-તે સંવર્ગની કુલ મંજૂર જગ્યાના ૨૦ ટકાથી વધુ જગ્યાઓ પર વયનિવૃત્ત અધિકારી કે કર્મચારીઓની ભરતી કરી શકાતી નથી. આ ઉપરાંત નિયમિત ઉમેદવાર ઉપલબ્ધ થયેથી આ નિવૃત્ત અધિકારીઓની ભરતી તત્કાલ અસરથી રદ થવા પાત્ર ઠરે છે, પરંતુ તેમ થતું નથી.

જોવા જઈએ તો રીટાયર્ડ બાદ પણ નોકરી ચાલુ રહેવાથી નવયુવાનોના પ્રમોશનથી લઈને અનેક રોજગારીનો પ્રશ્ન ઊભો થાય છે, યુપીએસસી, જીપીએસસી માં જો પાસ થયેલા હોય અને નોકરીના ઓર્ડર બાકી હોય તો આવા યુવાનોને ચાન્સ આપો, જવાબદારી તો ખરી, UPSC માં પાસ થયેલ અને ઇન્ટરવ્યૂમાં ફેલ હોય તો તે ફેલ ના કહી શકાય તે યુવાનો પણ ટેલેન્ટેડ કહી શકાય, આ લોકોને પણ નોકરીમાં લો, જીપીએસસી માં વર્ગ એક અને બે માં પાસ થયેલા યુવાનો અને હજી કોઈ રીઝલ્ટ બાકી હોય તો તે ટેલેન્ટેડ છે તો પછી પેન્શનનોરો જે અધિકારીઓ છે, તેની જરૂરિયાત નથી તો પછી આ યુવાનોને ચાન્સ આપો. બાકી અભી ભી મેં જવાન હું સાહેબ ગીરી નો નશો ઉતરતો નથી. 

જેમાં વર્ગ-૧ અને વર્ગ-૨ના કુલ ૨૫ પદ માટે આ જગ્યા ખાલી હોવાનું જણાવાયું છે. જો કે આ ભરતી માટે યુવાન ઉમેદવારો લાયક ગણાશે નહીં, માત્ર સરકારના નિવૃત્ત અધિકારીઓ જ તેમાં લાયક ગણાશે અને સરકારના અધિક કલેક્ટર, નાયબ કલેક્ટર, ચીફ ઓફિસર સહિતના પદો પરથી રીટાયર્ડ થયેલા લોકોને આ ભરતીમાં પાત્ર ગણવામાં આવ્યા છે. તો પછી જે યુવાનો વર્ગ એક અને બે માં પાસ થયા હોય અને યુપીએસસીમાં બે પરીક્ષામાં પાસ થયા હોય પણ ઇન્ટરવ્યૂમાં ફેલ થયા હોય તો આ લોકોનો ઉપયોગ કરો તેમને રોજગારી આપો. તેવું યુવાનો કહી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *