ઇથોપિયામાં સેંકડો વર્ષોથી શાંત પડેલો ‘હેલી ગુબ્બી’ (Hale Gubbi) જ્વાળામુખી રવિવારે અચાનક સક્રિય થતા વૈશ્વિક હવાઈ વ્યવહાર પર સંકટના વાદળો ઘેરાયા છે. જ્વાળામુખીમાંથી નીકળેલી રાખ અને ધુમાડાની અસર હવે ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર પર પણ વર્તાવા લાગી છે. આ રાખના કારણે કન્નુરથી અબુ ધાબી જઈ રહેલી ઈન્ડિગોની એક ફ્લાઈટને અધવચ્ચેથી ડાયવર્ટ કરીને અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવી પડી હતી.
હવામાન નિષ્ણાતોના મતે, જ્વાળામુખીની રાખ ગુજરાત થઈને દિલ્હી-NCR અને પંજાબ સુધી પહોંચી શકે છે, જેના કારણે આગામી કલાકોમાં વધુ ફ્લાઈટ્સ પ્રભાવિત થવાની શક્યતા છે.
ફ્લાઈટ સેવાઓ પર માઠી અસર: અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઇથોપિયામાં થયેલા પ્રચંડ વિસ્ફોટને કારણે આકાશમાં રાખના ગોટેગોટા છવાયા છે, જે વિમાનના એન્જિન માટે અત્યંત જોખમી હોય છે. આ પરિસ્થિતિને કારણે ભારતથી ખાડી દેશો તરફ જતી ફ્લાઈટ્સ પર સીધી અસર પડી છે. કન્નુરથી અબુ ધાબી જતી ઈન્ડિગોની ફ્લાઈટના રૂટમાં રાખના વાદળો આવતા તેને તાત્કાલિક ડાયવર્ટ કરવામાં આવી હતી અને બાદમાં અમદાવાદ એરપોર્ટ પર તેનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. અહેવાલો મુજબ, સુરક્ષાના કારણોસર અન્ય ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પણ રદ કરવી પડી છે.
ગુજરાતથી દિલ્હી સુધી રાખ ફેલાવવાની ભીતિ
હવામાનના મોડલ મુજબ, ઇથોપિયાથી ઉડેલી આ ગાઢ રાખ સોમવારે