રાજકોટ, તા.27 રાજકોટમાં ઝોન 1 એલ.સી.બી.ના તત્કાલિન પીએસઆઈ અને હાલ એ ડિવિઝન પોલીસમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા બી.વી.બોરીસાગર વિરુધ્ધ ગુન્હો રજીસ્ટ્રર કરવાનું કોર્ટે હુકમ કર્યો છે. દોઢ કરોડના હવાલા કૌભાંડ મામલે વેપારીને માર માર્યો અને ધમકી આપી હતી તેવા આક્ષેપ છે.
લી. કંપની ચલાવે છે. તેમણે ધ્વની ઈન્ટરનેશનલ અને બાલાજી એકઝીમને માલ વહેંચેલ તેના બદલામાં રૂપિયા લેવાના બાકી હતા અને આ ધ્વની ઈન્ટરનેશનલ અને બાલાજી એકઝીમના માલીકે દિલીપભાઈ રણછોડભાઈ સખીયા પાસેથી રૂા.1 કરોડ 50 લાખ વ્યાજે લીધેલ જેનું વ્યાજ ચુકવતા હતા.
અને આ બાલાજી એકઝીમ અને ધ્વની ઈન્ટરનેશનલને ફરિયાદી રોહિત ચંદ્રાલાએ માલ પેટેના રૂપિયા જમા કરાવેલ. જેનો હવાલો દિલીપભાઈ રણછોડભાઈ સખીયાએ રાજકોટ એલ.સી.બી. ઝોન 1ના તત્કાલિન પીએસઆઈ અને હાલ એ. ડિવિઝન પોલીસના પીઆઇ બી. વી. બોરીસાગરને આપેલ હતો. બી. વી. બોરીસાગરે રોહિતભાઈ ચંદ્રાલાને તા.31/07/2023 ના રોજ ગોંધી રાખી અસહ્ય માર મારી ગુપ્તાંગમાં 10 થી 15 વખત શોર્ટ આપેલ.
જેની ફરીયાદ રોહિત ચંદ્રાલાએ રાજકોટની ચીફ કોર્ટમાં ફોજદારી ઈન્કવાયરી નં.302/2023 થી દાખલ કરેલ હતી. અને તા.11/07/2023 ના રોજ એલ.સી.બી. પી.એસ.આઈ. ભરતભાઈ બોરીસાગર અને તેના સ્ટાફના 7 માણસો યશવંત રણછોડભાઈ સખીયા, દિલીપ રણછોડભાઈ સખીયા, નરેન્દ્રભાઈ કોર્ટ સમક્ષ હાજર રહેવા નોટીસ કાઢવામાં આવેલ હતી. ત્યારબાદ સમ્રગ કેસ ચાલી જતા રાજકોટ ચીફ કોર્ટ દ્વારા ભરતભાઈ બોરીસાગર વિરુદ્ધ આઈ.પી.સી કલમ 323, 504, 506(2) વિગેરે મુજબ ગુન્હો રજીસ્ટ્રર કરવા કોર્ટે હુકમ ફરમાવેલ છે. આ કેસમાં ફરીયાદી રોહિતભાઈ ચંદ્રાલાના વકીલ તરીકે ધારાશાસ્ત્રી મેઘરાજસિંહ એમ, ચુડાસમા રોકાયેલ છે.