તાજેતરમાં જ મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીના મતદાર યાદીને લઈને પાટીદાર નેતા વરુણ પટેલે એક ગંભીર ચિંતા વ્યક્ત કરતી ફેસબુક પોસ્ટથી રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. આ પોસ્ટમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે દૂધસાગર ડેરીના મતદારોની યાદી પ્રમાણે પાટીદાર પ્રતિનિધિત્વ પર કાતર ફેરવવામાં આવી છે.
વરુણ પટેલની આ ચિંતા માત્ર એક ડેરીની ચૂંટણી પૂરતી સીમિત નથી, પરંતુ સહકારી ક્ષેત્ર અને સમગ્ર રાજકારણમાં પાટીદાર સમાજના ભાવિ પર સવાલ ઉઠાવે છે. તેમણે દાવો કર્યો છે કે સહકારી ક્ષેત્રે જે રીતે પાટીદારના રાજકીય રકાશની શરૂઆત થઈ છે, તે જો આવનારા સમયમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
અરર…આ દૂધ તો લોકોના પેટ ફાડી નાંખશે! હવે પાણી નહીં આ મિક્સ કરાય છે આવા દ્રવ્યો!
તેમણે ચેતવણી આપી છે કે જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટેની જોગવાઈઓ યોગ્ય રીતે લાગુ કરવામાં નહીં આવે, તો આ ઘટનાઓ પાટીદારોના રાજકીય પતનની શરૂઆત બની રહેશે. વરુણ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જો આ સ્થિતિ ચાલુ રહેશે, તો “દૂરબીન લઈને જોશો તોય રાજકારણમાં ક્યાંય પાટીદારો શોધ્યા નઈ મળે.”
મહત્વનું છે કે મહેસાણા દૂધસાગર ડેરીના મતદાર લિસ્ટમાં પાટીદાર પ્રતિનિધિત્વ ઘટાડવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સિવાય સહકારી ક્ષેત્રમાં પાટીદાર સમાજનું રાજકીય વર્ચસ્વ ઘટી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં EWS જોગવાઈઓ લાગુ ન થવાથી રાજકીય નુકસાનની ભીતિ. જો આ વલણ ચાલુ રહેશે તો રાજકારણમાંથી પાટીદારોનું સંપૂર્ણપણે પતન થઈ જશે.
ઇન્હેલરમાં સિમ, દરવાજા પર બેટરી…જેલમાં ચાલાકીથી મોબાઇલનો ઉપયોગ કરતો હતો નારાયણ સાઈ
વરુણ પટેલની આ પોસ્ટે પાટીદારોમાં ગરમાવો લાવી દીધો છે અને સમાજમાં એક મોટો સવાલ ઊભો કર્યો છે કે શું ખરેખર ગુજરાતના રાજકારણ અને સહકારી માળખામાં પાટીદાર સમાજ પોતાનું સ્થાન ગુમાવી રહ્યો છે?

મહેસાણા જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (દૂધસાગર ડેરી)ના નિયામક મંડળના સભ્યોની ચૂંટણી માટે નીચેના મતદાર મંડળો માટે જે નામોને ઉમેદવાર તરીકે નિશ્ચિત કરવામાં આવ્યા છે, તે નીચે મુજબ છે.
ક્રમ મતદાર મંડળનું નામ નામ
૧. મહેસાણા અશોકભાઈ ભાવસંગભાઈ ચૌધરી
૨. વિજાપુર બનેસિંહ માધુસિંહ પરમાર, નારાયણભાઈ ડાહ્યાભાઈ ચૌધરી
૩. કડી જશીબેન રાજાભાઈ દેસાઈ
૪. વિસનગર આશાબેન ભરતભાઈ પટેલ,
5. ખેરાલુ / સતલાસણા પ્રવિણાબેન સરદારભાઈ ચૌધરી, ચિંતન માનસિંહભાઈ ચૌધરી
૬. પાટણ પ્રધાનજી નથુજી ઠાકોર
૭. હારીજ / સમી સીતાબેન રમેશભાઈ રબારી, ગીતાબેન ગોવિંદભાઈ ભરવાડ
૮. સિદ્ધપુર / ઉંઝા સોમાજી નાગજીજી ઠાકોર
૯. ચાણસ્મા / બેચરાજી રાજીબેન અમૃતભાઈ દેસાઈ
૧૦. કલોલ મનુજી રૂમાલજી ઠાકોર
૧૧. માણસા શરથભાઈ ગિરધરભાઈ પટેલ, અમિતભાઈ હરીસંગભાઈ ચૌધરી