- Rajkot to Dwarka : CCTVમાં કેદ થયેલું અપહરણ – 350 કિમી દૂરથી બાળકીને સુરક્ષિત પરત લવાઇ!
- રેલ્વે સ્ટેશન પરથી ઉઠાવી બાળકી – પણ ખાખીએ 24 કલાકમાં પાછી અપાવી!
- દ્વારકાની હોટલમાંથી ઝડપાયા ત્રણ અપહરણકર્તા – નાનડી જાન સુરક્ષિત, મા-બાપ રડી પડ્યા
Rajkot to Dwarka : રાજકોટમાં માતાની બેદરકારીના કારણે પોતાની બાળકીનું અપહરણ થઈ ગયું હતું. જ્યારે માતા મોબાઈલમાં વ્યસ્ત હતી, ત્યારે ત્રણ લોકોએ બાળકીનું અપહરણ કરી લીધું હતું.
પરંતુ ગુજરાત પોલીસે ફરી એક વખત બતાવી દીધું કે જ્યારે બાળકની વાત આવે ત્યારે ખાખી કોઈ જ કચાશ રાખતી નથી. રાજકોટ રેલ્વે સ્ટેશન પરથી દોઢ વર્ષની નાનકડી બાળકીને એક મહિલા અને બે શખ્શો ઉઠાવીને ફરાર થઈ ગયા હતા. બાળકીના અપહરણથી માતા-પિતા ચિંતામાં આવી ગયા હતા. જોકે પોલીસે માત્ર 24 કલાકની અંદર દ્વારકાની એક હોટલમાંથી બાળકીને સુરક્ષિત છોડાવીને આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
ઘટના 28 નવેમ્બરની રાતની છે. રાજકોટ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર ગોમતા ગામનો પરિવાર ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો. માતા મોબાઈલમાં વ્યસ્ત હતી તે સમયે જ ત્રણ શખ્સો ઝડપથી આવ્યા અને ઊંઘતી દોઢ વર્ષની બાળકીને ઉઠાવી લીધી હતી. તેઓ ટ્રેન મારફતે જ દ્વારકા તરફ રવાના થઈ ગયા હતા. આખી ઘટના CCTVમાં કેદ થઈ ગઈ જેના આધારે રાજકોટ રેલ્વે પોલીસે તુરંત FIR નોંધીને બાળકીની શોધખોળ ચાલું કરી દીધી હતી.
આરોપીઓ બાળકીને ટ્રેનમાં બેસાડીને દ્વારકા તરફ નાસી છૂટ્યા હતા. રાજકોટ પોલીસે તુરંત ટેક્નિકલ સર્વેલન્સ, ટોલનાકાના CCTV અને મોબાઇલ લોકેશનનો ઉપયોગ કરીને આરોપીઓનો ટ્રેક શરૂ કર્યો. એ જ વખતે દ્વારકા LCBને એલર્ટ કરવામાં આવ્યા હતા.
દ્વારકા LCBના PSI અને તેમની ટીમે રાતોરાત દ્વારકાની તમામ હોટલો,