હૈદરાબાદ
બીસીસીઆઈની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત અને હિમાચલ પ્રદેશ વચ્ચે રમાઈ હતી જેમાં હિમાચલ પ્રદેશ સામે ગુજરાતે ૧ વિકેટથી જીત મેળવી હતી.ગુજરાત ટોસ જીતીને ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો.
હિમાચલ પ્રદેશી પ્રથમ બેટિંગ માં ૨૦ ઓવરમાં 8 વિકેટે 193 રન બનાવ્યા હતા .મૃદુલ સુરોચે 48 બોલમાં 8 ચોગ્ગા, 4 છગ્ગા સાથે 88 રન બનાવ્યા,એ પી વશિષ્ટે 25 બોલમાં 4 ચોગ્ગા, 3 છગ્ગા સાથે 49 રન બનાવ્યા,ઈનેશ મહાજને 31 બોલમાં 7 ચોગ્ગા સાથે 36 રન બનાવ્યા હતા.
ગુજરાત તરફથી બોલિંગમાં નાગવાસવાલાએ 4 ઓવરમાં 40 રન આપીને 2 વિકેટ,જે કે ભટ્ટે 4 ઓવરમાં 31 રન આપીને 2 વિકેટ અને
એચ વી પટેલે 2 વિકેટ લીધી 4 ઓવરમાં 46 રન આપીને વિકેટ લીધી હતી.ગુજરાત ટીમે જવાબમાં 20 ઓવરમાં 9 વિકેટે 194 રન કરી એક વિકેટ થઈ જીત મેળવી હતી .સૌરવ ડી ચૌહાણે 26 બોલમાં 2 ચોગ્ગા,1 છગ્ગા સાથે 35 નોટ આઉટ રન બનાવ્યા,
આર્ય દેસાઈએ 32 બોલમાં 3 ચોગ્ગા સાથે 37 રન,
ઉર્વિલ પટેલે 11 બોલમાં 2 ચોગ્ગા, 5 છગ્ગા સાથે 39 રન બનાવ્યા હતા.
હિમાચલ પ્રદેશ બોલિંગ માં મૃદુલ સુરોચે 4 ઓવરમાં 45 રન આપીને 3 વિકેટ,એમ જે ડાગરે 3 ઓવરમાં 42 રન આપીને 2 વિકેટ લીધી હતી .
પ્લેયર ઓફ ધ મેચ – મૃદુલ સુરોચ (હિમાચલ પ્રદેશ) ને જાહેર કરવામાં આવ્યો હતો .

