719 કરોડની સાઇબર ઠગાઈમાં ભૂમિકાનો ભમેડો ફર્યો, લશ્કર સાથે બાગડબિલ્લી ભૂમિકા નો ભડાકો, બેંક મેનેજરનું ભમેડા રેકેટ

Spread the love

719 કરોડની સાઇબર ઠગાઈમાં ભૂમિકાનો ભમેડો ફર્યો, લશ્કર સાથે બાગડબિલ્લી ભૂમિકા નો ભડાકો, બેંક મેનેજરનું ભમેડા રેકેટ

 

આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય ગેંગ દ્વારા કુલ ૨૬-રાજ્ય તથા ૬-કેન્દ્રશાસિત પ્રદેશમા કુલ ૧૫૯૪ સાયબર ગુનાને અંજામ આપવામાં આવ્યો.

**************

(મહારાષ્ટ્ર-૩૦૦, તમીલનાડુ-૨૦૩, કર્ણાટક-૧૯૪, તેલંગાણ-૧૨૮, ગુજરાત-૯૭, કેરળ-૯૧, ઉત્તરપ્રદેશ-૮૮, દિલ્હી-૭૪, આંધ્રપ્રદેશ-૬૪, પશ્ચિમ બંગાળ-૬૦, રાજસ્થાન-૪૨ તથા દેશના અન્ય રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશમાં નોંધાયેલ સાયબર ફ્રોડના ગુના-૨૫૩).

**************

ઇન્ડસઇન્ડ બેન્ક, ભાવનગર બ્રાંચ ખાતે ઓપન કરવામાં આવેલા કુલ-૧૧૦ બેન્ક એકાઉન્ટ પૈકી કુલ-૮૭ બેન્ક ખાતાઓ ઉપર કુલ-૧૪૭ સાયબર ફ્રોડ ફરીયાદના ગુના ઉકેલાયેલ છે.

**************

ઇન્ડસઇન્ડ બેન્ક, ભાવનગર બ્રાંચ ખાતે ઓપન કરવામાં આવેલા આ કુલ-૧૧૦ બેન્ક એકાઉન્ટમાં જે બેન્ક એકાઉન્ટથી નાણા ટ્રાન્સફર કરવામાં આવ્યા તે ૧૩૦ પેઇ બેન્ક એકાઉન્ટ(નાણા મોકલનાર) પર વધુ કુલ-૧૪૪૭ સાયબર ફ્રોડ ફરીયાદ અને સાયબર ફ્રોડ રકમ રૂ. ૭૧૯ કરોડ થી વધુ.

સમગ્ર કેસમાં પકડાયેલ આરોપીઓ પાસેથી ૩૦ થી વધુ ક્રિપ્ટૉ વોલેટ એડ્રેસ મળેલ.

**************

બેન્કના બ્રાન્ચ મેનેજર સહિતના વધુ ૪ આરોપીઓની ધરપકડ .

**************

મ્યુલ બેન્ક એકાઉન્ટો દ્વારા સાયબર ફ્રોડના નાણાંનુ રોકડમાં રુપાંતર કરી તે નાણાં આંગડીયા/ક્રિપ્ટૉ ટ્રાન્જેક્શન મારફતે દુબઈમાં બેઠેલા અને ચાઈનીઝ સાયબર-ફ્રોડ ગેંગ સાથે કનેક્શન ધરાવતા સાયબર ક્રાઇમ સીંડીકેટ ગેંગ સભ્યો દ્વારા સાયબર ફ્રોડ કરવામાં આવતા હતા.

 

ગાંધીનગર

વર્તમાન સમયમાં વધી રહેલ સાયબર ક્રાઇમના ગુનાઓને અટકાવા સારૂ મે.પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ શ્રી ડો.કે.લક્ષ્મી નારાયણ રાવ તથા પોલીસ મહાનિરીક્ષકશ્રી (ક્રાઇમ-૨) પરીક્ષિતા રાઠોડ નાઓએ કડક અને સઘન કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી ડૉ. રાજદીપસિંહ ઝાલા તથા પોલીસ અધિક્ષકશ્રી સંજય કેશવાલા અને પોલીસ અધિક્ષકશ્રી વિવેક ભેડા નાઓના સુપરવિઝન હેઠળ પો.ઇન્સ.પી.ડી.મકવાણા, પો.ઇન્સ.જી.બી.ડોડીયા, પો.ઇન્સ.જે.એસ.પટેલ તથા પો.ઇન્સ.કુલદીપ પરમાર નાઓએ ટીમ બનાવી સમગ્ર પ્રકરણ બાબતે હ્યુમન સોર્સ તેમજ ટેકનીકલ એનાલીસીસની મદદથી સાયબર ફ્રોડના નાણાંનુ રોકડ/ક્રિપ્ટૉ કરંસીમાં રૂપાંતર કરી તે નાણાં આંગડીયા/ ક્રિપ્ટૉ ટ્રાન્જેક્શન મારફતે દુબઈમાં બેઠેલા અને ચાઈનીઝ સાયબર-ફ્રોડ ગેંગ સાથે કનેક્શન ધરાવતા સાયબર ક્રાઇમ સીંડીકેટ ગેંગના સભ્યોને મોકલી દેશના જુદા-જુદા રાજ્યમાથી ગેંગ દ્વારા કુલ ૧૫૯૪ સાયબર ગુનાને અંજામ આપવામાં આવેલ તેમા અંદાજે રૂ. ૭૧૯ કરોડ થી વધુની સાયબર ઠગાઇના આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમના ગુન્હા આચરતા અહી દાખલ સાયબર ક્રાઈમના ગુન્હામા અગાઉ પકડાયેલ આરોપીઓને મ્યુલ એકાઉન્ટ ખોલાવામા અને નાંણા ઉપાડવામાં સરળ રહે તેમ મદદ કરનાર બેન્કના બ્રાન્ચ મેનેજર સહીત વધુ કુલ ૪ આરોપીઓને પકડી પાડતી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ, ગુ.રા. ગાંધીનગર.

FIU (Financial Intelligence Unit) તરફથી આપવામા આવેલ ઇન્ટેલિજન્સના આધારે અત્રેથી હ્યુમન સોર્સ અને ટેકનીકલ એનાલીસીસ કરી અગાઉ કુલ ૧૦ આરોપીઓ પકડવામાં આવેલ અને તેમની વિરુદ્ધમાં સી.આઇ.ડી. સાયબર ક્રાઇમ પો.સ્ટે. ખાતે ગુ.ર.નં. ૧૧૨૦૧૦૧૮૨૫૦૦૪૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮(૪), ૩૧૭(૨), ૬૧(૨) તથા આઇ.ટી. એક્ટની કલમ ૬૬(ડી) મુજબના ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ. આ ગુનામા પકાડાયેલ આરોપીઓ પોતાના આર્થિક ફાયદા સારુ ભારતના લોકો સાથે જુદી-જુદી મોડસ ઓપરેન્ડીથી સાયબર ક્રાઇમમાં ભોગ બનનાર નાગરિકોના ગુમાવેલા નાણાંઓને મ્યુલ એકાઉન્ટમાં જમા લઇ, સદર નાણા ચેક વિડ્રોલ, ઓનલાઇન એપ્સ, આંગડીયા તથા ક્રિપ્ટૉ ટ્રાન્જેક્શન મારફતે દુબઈ/ચીનમાં બેઠેલા સાયબર ક્રાઇમ સીંડીકેટના આરોપીઓને મોકલી આપતા.

અહી પકાડાયેલ આરોપી ભુમિકા જગદીશભાઇ લશ્કરી(બેન્કના બ્રાન્ચ મેનેજર) અને તેમના પતિ સાહીલ સંજયકુમાર સાધ આ જ ગુનામાં ભાવનગરથી અગાઉ પકાડાયેલ આરોપીઓના સમ્પર્કમાં હતા અને એકાઉન્ટમાં છેતરપીંડીના રૂપિયા જમા થશે તેવુ જાણતા હોવા છતાં મ્યુલ એકાઉન્ટ ખોલાવામા તેમજ નાણા ઉપાડવામાં સરળ રહે તેમ મદદ કરેલ જે માટે આરોપીઓ દ્વારા પ્રતિ ટ્રાન્જેક્શન ૧% લેખે કમિશન પેટે મેળવેલ છે. પકાડાયેલ આરોપી ભાર્ગવ જનકભાઇ પંડ્યાનાઓ મ્યુલ એકાઉન્ટોમાથી ઉપાડેલ રોકડ નાંણા આગળ આંગડીયા મારફતે મોકલી આપતા તેમજ USDT ક્રિપ્ટૉ ટ્રાન્જેક્શન મારફતે દુબઈમાં બેઠેલા અને ચાઈનીઝ સાયબર-ફ્રોડ ગેંગના સભ્યોને USDT મોકલવામા મદદ કરતા જે માટે તેઓ એક USDT ના ૦.૨૦% લેખે કમિશન પેટે મેળવેલ છે તથા પકાડાયેલ આરોપી મહિપાલસિંહ વીરભદ્રસિંહ ગોહિલ, રહે. ભાવનગર મ્યુલ બેંક એકાઉન્ટ પુરા પાડતા હતા તેમજ બેંક એકાઉન્ટમાથી ઉપાડેલ નાણા કલેક્ટ કરીને તેના સહ આરોપીઓને મોકલી આપતા હતા.


મોડસ ઓપરેન્ડી
આ તપાસમાં જાણવા મળેલ છે કે, આ કામના આરોપીઓ દ્વારા આર્થિક લાભ મેળવવા સારૂ મ્યુલ એકાઉન્ટ ખોલાવી સદર ખાતામાં છેતરપીંડીના રૂપિયા જમા થશે તેવુ જાણવા છતાં તેઓ દ્વારા સાયબર ક્રાઇમમાં ભોગ બનેલા નાગરિકોના નાણાં સગવગે કરવા સારૂ બેન્ક ખાતાની વિગતો પુરી પાડી સદર બેન્ક ખાતાઓમા જમા થતા સાયબર ફ્રોડના નાણાંનું રોકડમાં રુપાંતર કરી તે નાણાં આંગડીયા/ક્રિપ્ટૉ ટ્રાન્જેક્શન મારફતે દુબઈ/ચીનમાં બેઠેલા સાયબર ક્રાઇમ સીંડીકેટના આરોપીઓને મોકલી આપી પોતાનુ કમીશન મેળવી તમામે એક સંપ થઈ એક બીજાની મદદગારી કરી ગુનો આચરેલ છે.

જેમાં નીચે મુજબની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરેલાનુ જણાઇ આવેલ છે.
o Investment Fraud
o Digital Arrest Fraud
o UPI-related Fraud
o Deposit Fraud
o Loan Fraud
o Part-time Job Fraud
o Task Fraud
o Vishing Call Fraud

 

અટક કરેલ આરોપી:-
(૧) ભુમિકા જગદીશભાઇ લશ્કરી રહે.કાલીયાબીડ,ભાવનગર, મુળ રહે. સાદરા, દિલ્હી
રોલ- બેન્કના બ્રાન્ચ મેનેજર, એકાઉન્ટમાં છેતરપીંડીના રૂપિયા જમા થશે તેવુ જાણતા હોવા છતાં મ્યુલ એકાઉન્ટ ખોલાવામા તેમજ નાણા ઉપાડવામાં સરળ રહે તેમ મદદ કરેલ.
(૨) સાહીલ સંજયકુમાર સાધ, રહે. કાલીયાબીડ, ભાવનગર, મુળ રહે. સાદરા, દિલ્હી
રોલ- બેન્કના બ્રાન્ચ મેનેજરના પતિ,
મીડીએટર તરીકે બેન્કના બ્રાન્ચ મેનેજર અને આ ગુનાના અરોપીઓ વચ્ચે
(૩) ભાર્ગવ જનકભાઇ પંડયા, રહે. ભાવનગર
રોલ- મ્યુલ એકાઉન્ટોમાથી ઉપાડેલ રોકડ નાંણા આગળ આંગડીયા મારફતે મોકલી આપનાર તેમજ USDT ક્રિપ્ટૉ ટ્રાન્જેક્શન મારફતે દુબઈમાં બેઠેલા અને ચાઈનીઝ સાયબર-ફ્રોડ ગેંગના સભ્યોને USDT મોકલવામા મદદ કરનાર.
(૪) મહિપાલસિંહ વીરભદ્રસિંહ ગોહિલ, રહે. ભાવનગર
રોલ- મ્યુલ બેંક એકાઉન્ટ પુરા પાડનાર તેમજ બેંક એકાઉન્ટમાથી ઉપાડેલ નાણા કલેક્ટ કરીને તેના સહ આરોપીઓને આપનાર

પકાડાયેલ ૪ આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ:-
મોબાઈલ ૬
ક્રિપ્ટો વોલેટ ૪

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *