શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે અજાણ્યા નંબર પરથી કોલ આવે છે અને અવાજ નહીં? જો હા તો સાવધાન થઈ જસો. ફોન ઉપાડવાની સાથે સામેથી કોઈ અવાજ ન આવે તો તેને નજરઅંદાજ ન કરતા. છેલ્લા કેટલાક દિવસમાં Silent Calls એટલે કે અવાજ વગરના કોલની ફરિયાદો વધી ગઈ છે, જે માત્ર ટેક્નિકલ ખામી નબીં પરંતુ સાયબર ઠગી અને ડેટા ચોરીની નવી ટ્રિક હોઈ શકે છે.
ઘણા મામલામાં આવા કોલ્સ દ્વારા તમારી કોલ રિસ્પોન્સ આદત, એક્ટિવ નંબર અને પ્રાઇવેટ ડિટેલ્સ ટ્રેક કરવામાં આવે છે. હવે સવાલ આવે છે કે આવો સાયલન્ટ કોલ કેમ આવે છે અને તેની પાછળ કોણ હોઈ શકે છે? તેનાથી બચવાની શું રીત છે, આવો આ સવાલના જવાબ જાણીએ.
Silent Calls કેમ ખતરનાક?
ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકમ્યુનિકેશન્સ (DoT) અનુસાર Silent Calls કોલ કરનારનો ઈરાદો તમારી સાથે વાતચીત કરવાનો નથી. પરંતુ આ કોલ્સ દ્વારા સાયબર ઠગો તે ચેક કરે છે કે તમારો ફોન નંબર ઓન છે કે નહીં. ફોન ઉપાડતા તમે શું બોલો છો? જેમ આ પ્રકારના સવાલના જવાબ મળી જાય છે તો તે આગળની તૈયારી કરી તે નંબરનો ઉપયોગ છેતરપિંડી, ફિશિંગ કોલ કે નકલી મેસેજ મોકલવા માટે કરી શકે છે.
સરળ શબ્દોમાં કહીએ તો Silent Calls ભલે ખતરનાક સાબિત ન થાય પરંતુ આ પ્રકારનો કોલ આવનારા સમયમાં થનાર ફ્રોડનું પ્રથમ કારણ બની શકે છે. આ કારણે DoT એ લોકોને સાવચેત કર્યાં છે.
આ છે દેશની સસ્તી કાર, 34 KM માઇલેજની સાથે ADAS ફીચર્સ પણ, જાણો કિંમત
ફોનની રીંગ વાગી…. પરંતુ સામેથી કોઈ અવાજ નહીં?
આ કોઈ સામાન્ય કોલ નહીં, પરંતુ સ્કેમર્સની પદ્ધતિ છે તે ચેક કરવાની કે તમારો નંબર એક્ટિવ છે કે નહીં. આવા કોલ પર કોલ બેક ન કરો અને સંચાર સાથી એપ પર રિપોર્ટ કરો.
DoT એ આપી જરૂરી સલાહ
DoT એ લોકોને એલર્ટ કર્યું છે કે જો તમારા ફોન નંબર પર અજાણ્યા નંબરથી વારંવાર કોઈ શાંત કોલ આવે છે તો તે નંબરને બ્લોક કરો અને તેની ફરિયાદ જરૂર નોંધાવો. તેનાથી ન માત્ર તમે સુરક્ષિત રહેશો પરંતુ આવા નંબરો વિરુદ્ધ જરૂરી કાર્યવાહી પણ થઈ શકે છે.
Silent Calls ફરિયાદ કઈ રીતે કરશો?
જો તમારી પાસે વારંવાર આ પ્રકારનો કોલ આવે છે તો તમે સંચાર સાથી પોર્ટલ પર તેની ફરિયાદ નોંધાવી શકો છો. આ પ્રોસેસ બસ મિનિટોમાં પૂરી થઈ જશે.
આ છે પ્રોસેસ
તે માટે સૌથી પહેલા sancharsaathi.gov.in વેબસાઇટ ઓપન કરો.
અહીં તમને હોમ પેજ પર Citizen Centric Services સેક્શન મળશે જ્યાં Chakshu વિકલ્પ પર ક્લિક કરો.
હવે સામે આવેલા ફોર્મમાં કોલ સાથે જોડાયેલી જાણકારી ભરો, જેમ કે
આ કયા પ્રકારનો કોલ હતો Silent Call કે ફેક કોલ
આ કોલ તમને ક્યા સમયે આવ્યો
ત્યારબાદ તમારી પર્સનલ ડિટેલ ભરો
ત્યારબાદ તમારા નંબર પર ઓટીપી આવશે તેને વેરિફિકેશન માટે નાખો.
બધી જાણકારી ભર્યા બાદ ફોર્મ સબમિટ કરી દો.
મહત્વનું છે કે સાયલન્ટ કોલને નજરઅંદાજ કરવો કોઈ મોટા ખતરાને આમંત્રણ આપવા જેવું છે. થોડી સાવધાની તમને આ સમસ્યાથી બચાવી શકે છે.