મહેસાણામાં 9 દિ’થી ડિજિટલ એરેસ્ટ વૃદ્ધ દંપતીને સાયબર ક્રાઈમ પોલીસે છોડાવ્યા

Spread the love

 

મહેસાણાના પરામાં રહેતા નિ:સંતાન વૃદ્ધ દંપતીને સાયબર ગઠિયાઓએ નવ દિવસથી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. ગઠિયાઓ રૂ.૬૬ લાખ જેટલી તેમની જીવન મુડી પડાવી લે તે પહેલાં જ મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસે તેમને ડિજિટલ એરેસ્ટમાંથી છોડાવી લીધા હતા.

ફોન ચાલુ રાખવો હોય તો હું પોલીસ સ્ટેશને ટ્રાન્સફર કરું છું, તમારા નામે ફોન (સીમકાર્ડ) મુંબઈમાં ચાલુ છે, જેના પરથી ગુનાહિત પ્રવૃત્તિ થાય છે. તમારા નામે મુંબઈની કેનેરા બેન્કમાં ખાતું ખુલેલું છે, તે ખાતામાંથી પાકિસ્તાન, અફઘાનીસ્તાન, યુકે, યુએસએમાં પૈસા ટ્રાન્સફર થયેલા છે, તમારા નામે ધરપકડ વોરંટ નિકળ્યું છે, જે મે હાલ પેન્ડિંગ રખાવેલું છે, અમારી પાસે પૂરતા પુરાવા છે વગેરે કહીંને સાયબર ગઠિયાઓએ દંપતીને ડરાવી- ધમકાવીને વીડિયો કોલ મારફત નવ દિવસથી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. તેમના બેન્ક ઓફ બરોડાના ખાતાની વિગત મેળવી બેન્કના ઈન્ટરનેટ બેન્કિંગનું એક્સેસ પણ મેળવી લીધું હતું. ગઠિયાઓએ તમારા બેન્કના ખાતાઓની ઓડિટ કરવી પડશે વગેરે કહીંને તમામ પૈસા અમે કહીંએ એ ખાતામાં RTGS કરાવી દેજો તેમ પણ કહ્યું હતું. દંપતી ડરી ગયું હતું અને શનિવારે તેમને ડિપોઝીટ વગેરેની પોતાના જીવનની રૂ.૬૬ લાખ જેટલી મુડી એકઠી કરવા બહાર નીકળવાની છૂટ આપતાં તેઓ બેન્કમાં પહોંચ્યા હતા. દરમિયાન તક મળતાં આ બાબતની જાણ પોલીસને કરી હતી.

જેથી મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ જે.જી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.આઈ.ચાવડા સહિતની ટીમે રમેશચંદ્ર સાથે બેન્કમાં જઈ તેમના એકાઉન્ટને ડેબિટ ફ્રીજ કરાવી દીધું હતું. દંપતીને આવા કોઈ સાયબર ગઠિયાઓનો ડર ન રાખવા અને કોઈપણ પ્રકારના કોલ ઉપર કોઈ ધાકધમકી આપે તો ડર રાખ્યા વગર નજીકના પોલીસ સ્ટેશન કે ૧૧૨ પર ફોન કરીને સંપર્ક કરવા સમજાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *