ગુજરાતમાં થોડાક દિવસ પહેલા એક બુટલેગરનો પત્ર વાયરલ થયો હતો, જેમાં દારૂના ધંધામાં ભાગીદારીનો આક્ષેપ કરનારા કેદીનું મોત નિપજ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે ગીર સોમનાથના ઉનાના ધારાસભ્ય પર દારૂના ધંધામાં ભાગીદારીનો આક્ષેપ કરનારા બુટલેગર ઉકા જાદવનું જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ છે. થોડા સમય પહેલા ઉકા જાદવએ જેલમાંથી પત્ર લખીને ઉનાના ધારાસભ્ય કે.સી.રાઠોડ પર દારૂના ધંધામાં ભાગીદારીનો ઉલ્લેખ કરતો પત્ર લખ્યો હતો.
ઉકા જાદવનું હોસ્પિટલમાં મોત
જોકે PTP જેલમાં ઉકા જાદવને છાતીમાં દુખાવો ઉપડતા સિવિલિ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયુ છે.તબીબોના પ્રાથમિક તારણ મુજબ હાર્ટ એટેકથી કેદીનું મોત થયું છે. જોકે મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.