રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની વંદે ભારત ટ્રેનમાં મુસાફરી

Spread the love

 

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની વંદે ભારત ટ્રેનમાં મુસાફરી

ગાંધીનગરથી મુંબઈ સુધી રેલવે દ્વારા પ્રવાસ

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ગાંધીનગરથી મુંબઈ સુધી ભારતની અદ્યતન ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ દ્વારા રેલમાર્ગે પ્રવાસ કર્યો. આ પ્રવાસ દરમિયાન રાજ્યપાલશ્રીએ ભારતીય રેલ્વે દ્વારા વિકસાવવામાં આવેલી આધુનિક સુવિધાઓ, સમયપાલન, સ્વચ્છતા અને મુસાફરોને મળતી આરામદાયક સેવાઓનો અનુભવ કર્યો.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, વંદે ભારત એક્સપ્રેસ ‘નવા ભારત’ની પ્રગતિ, આત્મનિર્ભરતા અને તકનિકી ક્ષમતાનું જીવંત પ્રતીક છે. દેશના નાગરિકોને ઝડપી, સુરક્ષિત અને સુવિધાસભર મુસાફરી ઉપલબ્ધ કરાવવાની દિશામાં આ ટ્રેન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય રેલ્વેમાં થયેલા વ્યાપક સુધારા અને આધુનિકીકરણના પ્રયાસો દેશની પરિવહન વ્યવસ્થાને નવી દિશા આપી રહ્યા છે અને રેલ્વેને વિકાસના મહત્વપૂર્ણ સાધન તરીકે સ્થાપિત કરી રહ્યા છે.

ટ્રેન ઉપડવાના નિર્ધારિત સમય પહેલા રાજ્યપાલશ્રી લોકભવનથી ગાંધીનગર રેલવે સ્ટેશન આવી પહોચ્યા હતા. ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનમાં રાજ્યપાલશ્રીએ પોતાની સીટ ગ્રહણ કરી ત્યારે તે કોચમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરોમાં કૂતુહલ સર્જાયુ હતું. રાજ્યપાલશ્રીએ વિનમ્ર ભાવે તમામ મુસાફરોનું અભિવાદન ઝીલ્યુ હતું તેમજ તેઓની સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *