નવી દિલ્હી, તા. 3 સુપ્રીમ કોર્ટે અનામત અંગેના મહત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે, જનરલ કેટેગરી એ તમામ ઉમેદવારો માટે ખુલ્લી રહેશે અને તેમાં મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવશે.
ફકત અનામત માટે અલગ કેટેગરી છે તેથી તેઓને જનરલ કેટેગરીમાં ઉમેદવારી કરવાની છુટ મળે નહીં તે બંધારણની કલમ 14 અને 16 મુજબ સ્વીકાર્ય નથી. આમ સુપ્રીમના ચુકાદાથી હવે અનામત કેટેગરીમાં આવતા વ્યકિત જો મેરીટ ધરાવતા હશે તો જનરલ કેટેગરીમાં પણ ઉમેદવારી કરી શકશે.