“કોઈપણ દબાણ હેઠળ ભારતની ઊર્જા નીતિ બદલાશે નહીં”અમેરિકાના 500% ટેરિફ બિલ પર ભારતનો કડક પ્રતિભાવ

Spread the love

 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત 500 ટકા ટેરિફબિલ અંગે ભારતે કડક અને સ્પષ્ટ વલણ રજૂ કર્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે કોઈપણ પ્રકારના દબાણ હેઠળ ભારત પોતાની ઊર્જા નીતિ (Energy Policy)માં ફેરફાર નહીં કરે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, અમેરિકામાં એક એવું બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં રશિયાથી તેલ, ગેસ અથવા યુરેનિયમ જેવી ચીજવસ્તુઓ આયાત કરતા દેશો પર 500 ટકા ટેરિફ લાદવાની જોગવાઈ છે.

ભારત, ચીન અને બ્રાઝિલ રશિયન ઊર્જા ઉત્પાદનોના મુખ્ય આયાતકાર દેશો છે. જો આ બિલ પસાર થશે, તો આ દેશોને ભારે આર્થિક અસર ભોગવવી પડી શકે છે. જોકે ભારત પોતાની ઊર્જા નીતિ (Energy Policy)માં ફેરફાર નહીં કરે

ભારતની ઊર્જા નીતિ (Energy Policy)અંગેનું વલણ પહેલેથી જ સ્પષ્ટ છે

રણધીર જયસ્વાલે સ્પષ્ટ કહ્યું કે, ભારતની ઊર્જા નીતિ(Energy Policy)અંગેનું વલણ પહેલેથી જ સ્પષ્ટ છે. વૈશ્વિક બજારની બદલાતી પરિસ્થિતિ અને દેશની 1.4 અબજ વસ્તીની ઊર્જા સુરક્ષા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, ભારત વિવિધ સ્ત્રોતોમાંથી સસ્તી અને વિશ્વસનીય ઊર્જા મેળવવા માટે પ્રતિબદ્ધ છે.

વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, ભારતનું મુખ્ય લક્ષ્‍ય દેશના લોકોને પરવડે તેવી કિંમતે ઊર્જા ઉપલબ્ધ કરાવવાનું છે. આ માટે ભારત વિશ્વભરના ઊર્જા બજારો તરફ નજર રાખી રહ્યું છે અને પોતાની રાષ્ટ્રીય જરૂરિયાતો અનુસાર નિર્ણય લે છે. આમ ભારતની ઊર્જા નીતિ(Energy Policy)અંગેનું વલણ સ્પષ્ટ છે.

બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના હુમલાઓ અંગે ચિંતા

બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય પર થઈ રહેલા હુમલાઓ અંગે પણ વિદેશ મંત્રાલયે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. MEAએ જણાવ્યું કે, લઘુમતીઓ તેમજ તેમના ઘરો અને વ્યવસાયો પર ઉગ્રવાદીઓ દ્વારા વારંવાર હુમલાઓ થઈ રહ્યા છે, જે અત્યંત ચિંતાજનક છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે, આવી સાંપ્રદાયિક હિંસાનો ઝડપી અને કડક રીતે સામનો કરવો જરૂરી છે. આ પ્રકારની ઘટનાઓને વ્યક્તિગત દુશ્મનાવટ, રાજકીય મતભેદો અથવા બાહ્ય પરિબળો સાથે જોડવાની વૃત્તિ ખતરનાક છે, કારણ કે તે ગુનેગારોને પ્રોત્સાહન આપે છે અને લઘુમતીઓમાં ભય અને અસુરક્ષા વધારે છે.

તાઇવાન-ચીન મુદ્દે ભારતનું સંયમની અપીલ

તાઇવાન નજીક ચીન દ્વારા કરવામાં આવતી લશ્કરી કવાયત અંગે ભારતે સંયમ રાખવાની અપીલ કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં થતા તમામ વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

MEA મુજબ, ભારતના આ પ્રદેશ સાથે મહત્વપૂર્ણ વેપાર, આર્થિક, લોકો વચ્ચેના સંબંધો અને દરિયાઈ હિતો જોડાયેલા છે. તેથી, ભારત આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતાનો મજબૂત સમર્થક છે. ભારતે તમામ પક્ષોને સંયમ રાખવા, એકતરફી પગલાંથી દૂર રહેવા અને બળના ઉપયોગ વિના શાંતિપૂર્ણ માધ્યમોથી તમામ મુદ્દાઓનું સમાધાન કરવા અપીલ કરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *