વર્ષ 2026 માં ડિજિટલ લેવડદેવડ, ઓનલાઇન શોપિંગ અને AI બેસ્ડ સેવાઓ જેમ જેમ વધી રહી છે એમ સ્કેમના કેસ પણ સતત વધી રહ્યા છે. સાયબર અપરાધી હવે માત્ર અજાણ્યા કોલ તેમજ નકલી SMS સુધી જ સીમિત નથી, પરંતુ સોશિયલ મીડિયા AI-Generated વીડિયો, ફર્જી એપ્સ તેમજ સરકારી જેવી દેખાતી વેબસાઇટ્સનો સહારો લઈને લોકોને ચૂનો લગાડી રહ્યા છે. આમ, આજે અમે તમને એવા 5 ટોપ સ્કેમ વિશે જણાવીશું જે તમે ખાસ જાણી લો.
જાણો આ સ્કેમ વિશે
-
- વર્ષ 2026 નો સૌથી ખતરનાક ટ્રેન્ડ AI-Based વોઇસ અને વીડિયો સ્કેમથી થઈ શકે છે. આમાં એટેકર્સ કોઈ પરિચિત, બોસ તેમજ પરિવારના સભ્યોનો અવાજ અને શકલની નકલ કરીને ઇમરજન્સીનું બહાનું બનાવીને પૈસા ટ્રાન્સફર કરવાનું કહે છે. જો કે આ કેસમાં લોકો ઇમોશનલ થઈને કન્ફર્મ કર્યા વગર પૈસા મોકલી દેતા હોય છે.
-
- ગેરેન્ટી રિટર્ન, એક મહિનામાં પૈસા ડબલ તેમજ AI ટ્રેડિંગ બોટ જેવી ઓફર 2026 માં લોકોને ફસાવવાનું કામ કરે છે. સ્કેમર્સ સોશિયલ મીડિયા એડ્સ અને વોટ્સએપ ગ્રુપ્સ દ્વારા નકલી પ્લાન્સ પ્રમોટ કરે છે. આ શરૂઆતમાં થોડો નફો આપીને ભરોસો અપાવે છે અને પછી રકમ લઈને ગાયબ થઈ જાય છે. આ માટે યાદ રાખો કે આવી સ્કિમમાં ક્યારેય ભરમાશો નહીં.
-
- પાન, આધાર, બેન્ક KYC તેમજ સબસિડી સાથે જોડાયેલા નકલી મેસેજ અને ઇમેલ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ એકાઉન્ટ બંધ થવાથી તેમજ બીજી ધમકી આપીને લિંક પર ક્લિક કરવાનું કહે છે. આમ, તમે લિંક પર ક્લિક કરો છો તો તમારી પર્સનલ જાણકારી અને OTP ચોરાઈ શકે છે. આ માટે આ ટાઇપની વાતમાં આવશો નહીં.
-
- એક વર્ષમાં નકલી-ઇ કોમર્સ વેબસાઇટ્સ અને ફેક ડિલિવરી કોલ્સ પણ વધી ગયા છે. સસ્તામાં ઓફર બતાવીને પેમેન્ટ કરવાનું કહે છે. ઘણીવાર તો ડિલિવરીનાં નામ પર APK ફાઇલ પણ મોકલવામાં આવે છે, જે ઇન્સ્ટોલ કરવાથી ફોનનો કંટ્રોલ ગઠિયાઓ પાસે જાય છે. આ માટે તમે આ વાતને લઈને એલર્ટ થાઓ.
- ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને એક્સ પર નકલી પ્રોફાઇલ બનાવીને સ્કેમર્સ પોતાને સેલિબ્રિટી, ઇન્ફ્લુએન્સર તેમજ કંપની રિપ્રેઝન્ટેટિવ જણાવે છે. ફ્રી ગિફ્ટનાં નામ પર લિંક મોકલે છે અને પછી તમારી પાસે બેન્કની ડિટેલ્સ માગે છે. ત્યારબાદ આ તમને ભારે પડી શકે છે.