
ઈરાન 15 દિવસથી હિંસક વિરોધ પ્રદર્શનોથી હચમચી ઉઠ્યું છે, જેમાં 538 લોકો માર્યા ગયા છે અને 10,600થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. એપી ન્યૂઝ એજન્સીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે મૃતકોમાં 490 પ્રોટેસ્ટર્સ અને 48 સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ વિરોધ પ્રદર્શનો વચ્ચે, ઈરાને અમેરિકાને ચેતવણી આપતા કહ્યું, “જો અમારા પર હુમલો થશે, તો અમે બદલો લઈશું”ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાકર કાલીબાફે કહ્યું કે જો અમેરિકાએ હુમલો કર્યો, તો વિસ્તારમાં હાજર તમામ અમેરિકી મિલિટ્રી બેઝ, શિપ્સ અને ઇઝરાયલ અમારા ટાર્ગેટ પર હશે. આ નિવેદન સંસદના લાઈવ સત્ર દરમિયાન આપવામાં આવ્યું હતું, જ્યાં સાંસદો ‘ડેથ ટુ અમેરિકા’ ના નારા લગાવી રહ્યા હતા.કાલીબાફે ઈરાનની સુરક્ષા એજન્સીઓના વખાણ કરતા કહ્યું કે તેમણે સ્થિતિમાં મજબૂતીથી કામ કર્યું છે. પ્રદર્શનકારીઓને ચેતવણી આપી કે ધરપકડ કરવામાં આવેલા લોકો સાથે સૌથી કડક રીતે કામ લેવામાં આવશે અને તેમને સખત સજા આપવામાં આવશે.
ઈરાનમાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી પ્રદર્શનો ચાલુ છે. આ દરમિયાન અમેરિકી અધિકારીઓએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન પર સંભવિત સૈન્ય હુમલાના વિકલ્પો અંગે બ્રીફિંગ આપી છે.ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, જો ઈરાન સરકાર પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી કરશે, તો ટ્રમ્પ સૈન્ય પગલાં લેવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રપતિએ હજુ અંતિમ નિર્ણય લીધો નથી.ટ્રમ્પે શનિવારે સોશિયલ મીડિયા પર લખ્યું, “ઈરાન આઝાદી તરફ જોઈ રહ્યું છે, જે પહેલા ક્યારેય બન્યું નથી. અમેરિકા મદદ માટે તૈયાર છે.” બીજી તરફ, ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર કાલિબાફે રવિવારે ચેતવણી આપી હતી કે જો અમેરિકા કે ઇઝરાયલ ઈરાન પર હુમલો કરશે, તો બંનેને સખત જવાબ આપવામાં આવશે.બીજી તરફ ટાઈમ મેગેઝીને તેહરાનના એક ડોક્ટરના હવાલાથી જણાવ્યું છે કે ઓછામાં ઓછા 217 પ્રદર્શનકારીઓના મોત નોંધાયા છે. ન્યૂઝ એજન્સી APના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 2600થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ઈરાન પર અમેરિકી હુમલાની આશંકાને પગલે ઇઝરાયલ હાઈ એલર્ટ પર છે. રોયટર્સે ઇઝરાયલી સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે પરિસ્થિતિને જોતા ઇઝરાયલી સુરક્ષા એજન્સીઓએ સતર્કતા વધારી દીધી છે. ઇઝરાયલ અને ઈરાન જૂનમાં 12 દિવસનું યુદ્ધ લડી ચૂક્યા છે, જેમાં અમેરિકાએ ઇઝરાયલ સાથે મળીને હવાઈ હુમલા કર્યા હતા. શનિવારે ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. રિપોર્ટ મુજબ આ વાતચીતમાં ઈરાનમાં અમેરિકી દખલગીરીની સંભાવના પર ચર્ચા કરવામાં આવી હતી. અમેરિકી અધિકારીએ કોલની પુષ્ટિ કરી છે, પરંતુ વાતચીતના મુદ્દાઓનો ખુલાસો કર્યો નથી.ઈરાને અમેરિકાની સંભવિત સૈન્ય કાર્યવાહી પર આકરી ચેતવણી જાહેર કરી છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર કાલિબાફે કહ્યું છે કે જો પ્રદર્શનકારીઓને લઈને અમેરિકા ઈરાન પર હુમલો કરશે, તો અમેરિકી સેના અને ઇઝરાયલ બંને ઈરાનના નિશાન પર હશે. આ પ્રથમ પ્રસંગ છે જ્યારે ઈરાની નેતૃત્વ દ્વારા સંભવિત વળતી કાર્યવાહીમાં ઇઝરાયલને પણ સીધી રીતે નિશાન બનાવવાની વાત કરવામાં આવી છે.
ઈરાનમાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી પ્રદર્શનો ચાલુ છે. આ દરમિયાન સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીએ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. ઈરાનના એટર્ની જનરલ મોહમ્મદ મોવાહેદી આઝાદે ચેતવણી આપી છે કે પ્રદર્શનમાં સામેલ લોકોને ‘ખુદાના દુશ્મન’ માનવામાં આવશે, જે અંતર્ગત મૃત્યુદંડની સજા થઈ શકે છે. ટાઈમ મેગેઝીને તેહરાનના એક ડોક્ટરને ટાંકીને જણાવ્યું કે રાજધાનીની માત્ર છ હોસ્પિટલોમાં ઓછામાં ઓછા 217 પ્રદર્શનકારીઓના મોત નોંધાયા છે, જેમાંથી મોટાભાગનાના મોત ગોળી વાગવાથી થયા છે.
બ્રિટનની રાજધાની લંડનમાં પણ ઈરાનના દૂતાવાસની બહાર પ્રદર્શનો થયા. આ દરમિયાન એક પ્રદર્શનકારીએ ઈરાની દૂતાવાસનો ઇસ્લામિક ગણરાજ્યનો ધ્વજ હટાવીને 1979ની ઇસ્લામિક ક્રાંતિ પહેલાં ઉપયોગમાં લેવાતો ધ્વજ ફરકાવ્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પ્રદર્શનકારીએ સિંહ અને સૂર્યના નિશાનવાળો ત્રિરંગો ધ્વજ લગાવ્યો. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, આ ધ્વજ ઘણી મિનિટો સુધી દૂતાવાસ પર લહેરાતો રહ્યો, જે પછી તેને હટાવી દેવામાં આવ્યો. આ ધ્વજ ઈરાનમાં શાહના શાસનકાળ દરમિયાન ઉપયોગમાં લેવાતો હતો. પ્રદર્શન દરમિયાન ‘ડેમોક્રેસી ફોર ઈરાન’ અને ‘ફ્રી ઈરાન’ જેવા નારા લાગ્યા.
લંડન પોલીસે જણાવ્યું કે ધ્વજ હટાવવાની ઘટના બાદ સુરક્ષા વધારી દેવામાં આવી છે, જેથી કોઈપણ પ્રકારની અવ્યવસ્થા રોકી શકાય અને ઈરાની દૂતાવાસની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. પોલીસે જણાવ્યું કે આ મામલે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક શંકાસ્પદની શોધખોળ ચાલુ છે.
ઈરાનના નિર્વાસિત ક્રાઉન પ્રિન્સ રઝા પહેલવીએ દેશભરમાં ચાલી રહેલા પ્રદર્શનો વચ્ચે વીડિયો સંદેશ જારી કરીને લોકોને રસ્તાઓ પર મક્કમ રહેવાની અપીલ કરી છે. પહેલવીએ આજે સાંજે 6 વાગ્યે ફરીથી રસ્તાઓ પર ઉતરવા જણાવ્યું. તેમણે લોકોને કહ્યું કે તેઓ મિત્રો અને પરિવાર સાથે જૂથમાં મુખ્ય રસ્તાઓ પર નીકળે, ભીડથી અલગ ન થાય અને એવી ગલીઓમાં ન જાય જ્યાં જીવનું જોખમ હોઈ શકે છે. તેમણે દાવો કર્યો કે સતત ત્રીજી રાત થયેલા પ્રદર્શનોથી સુપ્રીમ લીડર ખામેનીનું દમનકારી તંત્ર નબળું પડ્યું છે. પહેલવીએ કહ્યું કે તેમને રિપોર્ટ મળ્યા છે કે ઇસ્લામિક ગણરાજ્યને પ્રદર્શનકારીઓ સાથે નિપટવા માટે પૂરતા સુરક્ષા દળો મળી રહ્યા નથી. તેમના મતે, ઘણા સુરક્ષા કર્મચારીઓએ પોતાના કાર્યસ્થળો છોડી દીધા છે અને જનતા વિરુદ્ધ કાર્યવાહીના આદેશો માનવાનો ઇનકાર કર્યો છે. પહેલવીએ પોતાના સંદેશમાં કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રદર્શનકારીઓની મદદ માટે તૈયાર રહેવાની ઘોષણા કરી છે. ઈરાની ક્રાઉન પ્રિન્સ પહેલવીએ X પર વીડિયો પોસ્ટ કરીને પ્રદર્શનકારીઓના નામે સંદેશ આપ્યો. ઈરાની ક્રાઉન પ્રિન્સ પહેલવીએ X પર વીડિયો પોસ્ટ કરીને પ્રદર્શનકારીઓના નામે સંદેશ આપ્યો. દેશ પાછા ફરવાની તૈયારી કરી રહ્યા છે રઝા પહેલવી. રઝા પહેલવીએ શનિવારે જણાવ્યું હતું કે તેઓ દેશ પાછા ફરીને ચાલી રહેલા પ્રદર્શનોમાં સામેલ થશે. 65 વર્ષના રઝા પહેલવી લગભગ 50 વર્ષથી અમેરિકામાં નિર્વાસનમાં રહી રહ્યા છે. શનિવારે સવારે તેમણે કહ્યું કે તેઓ પોતાના દેશ પાછા ફરવાની તૈયારી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટમાં રઝા પહેલવીએ લખ્યું- હું પણ મારા દેશ પાછા ફરવાની તૈયારી કરી રહ્યો છું જેથી અમારી રાષ્ટ્રીય ક્રાંતિની જીતના સમયે હું તમારા બધાની સાથે, ઈરાનની મહાન જનતાની વચ્ચે ઊભો રહી શકું. મને પૂરો ભરોસો છે કે તે દિવસ હવે ખૂબ નજીક છે.
ઈરાનમાં 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી અયાતુલ્લા રુહોલ્લાહ ખોમેની સત્તામાં આવ્યા. તેઓ 1979થી 1989 સુધી 10 વર્ષ સુપ્રીમ લીડર રહ્યા. તેમના પછી સુપ્રીમ લીડર બનેલા અયાતુલ્લા અલી ખામેની 1989થી અત્યાર સુધી 37 વર્ષથી સત્તામાં છે. ઈરાન આજે આર્થિક સંકટ, ભારે મોંઘવારી, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો, બેરોજગારી, ચલણના ઘટાડા અને સતત જન આંદોલનો જેવા ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું છે. 47 વર્ષ પછી હવે શાસનથી નારાજ લોકો હવે પરિવર્તન ઈચ્છે છે. આ જ કારણોસર 65 વર્ષીય ક્રાઉન પ્રિન્સ રઝા પહેલવીને સત્તા સોંપવાની માગ ઊઠી રહી છે. પ્રદર્શનકારીઓ તેમને બિનસાંપ્રદાયિક અને લોકતાંત્રિક વિકલ્પ માને છે. યુવાનો અને GenZને લાગે છે કે પહેલવીની વાપસીથી ઈરાનને આર્થિક સ્થિરતા, વૈશ્વિક સ્વીકૃતિ અને વ્યક્તિગત આઝાદી મળી શકે છે. વર્ષ 2024માં ઈરાનની કુલ નિકાસ આશરે 22.18 બિલિયન ડોલર હતી, જેમાં તેલ અને પેટ્રોકેમિકલ્સનો મોટો હિસ્સો હતો, જ્યારે આયાત 34.65 બિલિયન ડોલર રહી, જેના કારણે વેપાર ખાધ 12.47 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ.