અસારવામાં ઘરખર્ચના રૂપિયા ન આપતા પત્નીએ ઉકળતું પાણી પતિ પર ઢોળી દીધું

Spread the love

 

પત્નીને ઘરખર્ચના રૂપિયા આપી શક્યો ન હતો. જ્યારે પત્નીએ પતિ પાસે ઘરખર્ચના રૂપિયા માંગતા પતિએ તેની પાસે રૂપિયા નહીં હોવાનું જણાવતા ગુસ્સે ભરાયેલી પત્નીએ ઉકળતું પાણી પતિ પર ઢોધી દેતા તે દાઝયો હતો. અસારવા વિસ્તારમાં બાળકો અને પત્ની સાથે રહેતા યુવકને છેલ્લા પંદરેક દિવસથી કામકાજ નહી મળવાના કારણે આર્થિક ભીંસમાં આવી ગયો હતો. આથી પત્નીને ઘરખર્ચના રૂપિયા આપી શક્યો ન હતો. જ્યારે પત્નીએ પતિ પાસે ઘરખર્ચના રૂપિયા માંગતા પતિએ તેની પાસે રૂપિયા નહીં હોવાનું જણાવતા ગુસ્સે ભરાયેલી પત્નીએ ઉકળતું પાણી પતિ પર ઢોધી દેતા તે દાઝયો હતો. જેથી આ અંગે પતિએ પોતાની પત્ની સામે શાહિબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
શાહીબાગના અસારવા વિસ્તારમાં રહેતા પોપટભાઇ ઠાકોર મજૂરીકામ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. તેમને છેલ્લા પંદરેક દિવસથી કોઈ મજૂરીનુ કામ નહી મળતા તેઓ આર્થિક ભીંસમાં આવી ગયા હતા. આ સમયે તે અને તેમની પત્ની ઘરે જ હાજર હતા. આ દરમ્યાન પત્નીએ ઘરખર્ચના રૂપિયા પોપટભાઈ પાસે માંગ્યા હતા. પરંતુ કોઈ કામ નહી મળ્યું હોવાના લીધે જે કંઈપણ બચત હતી તે વપરાઈ ચુકી હોવાનું જણાવ્યું હતુ. આ દરમ્યાન દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી, જેમાં પત્ની જશીબેને ચૂલા પર મુકેલા તપેલામાં ઉકળતું પાણી ભરેલો દેગડો પતિ પોપટભાઈ પર નાખ્યો હતો. જેના લીધે પોપટભાઈ ગંભીર રીતે દાઝી ગયા હતા અને બુમાબુમ કરતા આસપાસના પાડોશીઓ દોડી આવ્યા હતા. બાદમાં 108 એમ્બ્યુલન્સની મદદથી પોપટભાઈ સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર લીધા બાદ પોપટ ભાઈએ તેમની પત્ની જશીબેન ઠાકોર વિરુદ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *