
માર્કેટ કેપિટલાઇઝેશનના હિસાબે દેશની 10 સૌથી મોટી કંપનીઓમાંથી 3 કંપનીઓની વેલ્યુ પાછલા અઠવાડિયાના કારોબારમાં 75,855.43 કરોડ રૂપિયા વધી ગઈ. આ સમયગાળા દરમિયાન દેશની સૌથી મોટી સરકારી બેંક SBIની વેલ્યુ સૌથી વધુ વધી છે.
SBIનું માર્કેટ કેપ 39,045.51 કરોડ રૂપિયા વધીને ₹9.62 લાખ કરોડ થઈ ગયું છે. ઇન્ફોસિસની માર્કેટ વેલ્યુ ₹31,014.59 કરોડ વધીને ₹7.01 લાખ કરોડ પહોંચી ગઈ છે. જ્યારે ICICI બેંકનું માર્કેટ કેપ 5,795.33 કરોડ રૂપિયા વધીને ₹10.09 લાખ કરોડ થઈ ગયું છે.
રિલાયન્સ સહિત 7 કંપનીઓની વેલ્યુ ₹75,549 કરોડ ઘટી
જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC બેંક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), ભારતી એરટેલ, બજાજ ફાઇનાન્સ, હિન્દુસ્તાન યુનિલિવર અને લાર્સન એન્ડ ટુબ્રોની માર્કેટ વેલ્યુમાં કુલ 75,549.89 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.
આ સાત કંપનીઓને જેટલું નુકસાન થયું, તેના કરતાં ત્રણ કંપનીઓ- SBI, ઇન્ફોસિસ અને ICICI બેંકને વધુ ફાયદો થયો છે. આ ત્રણેય કંપનીઓના માર્કેટ કેપમાં કુલ 75,855.43 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે.
રિલાયન્સનું માર્કેટ કેપ ₹23,952 કરોડ ઘટ્યું
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ ₹23,952 કરોડ ઘટીને ₹19.72 લાખ કરોડ પર આવી ગયું છે. લાર્સન એન્ડ ટુબ્રોની માર્કેટ વેલ્યુ ₹23,501.8 કરોડ ઘટીને ₹5.30 લાખ કરોડ પર આવી ગઈ. જ્યારે HDFC બેંકનું માર્કેટ કેપ ₹11,615.35 કરોડ ઘટીને ₹14.32 લાખ કરોડ પર આવી ગયું છે.
દેશની ટોપ-10 કંપનીઓમાંથી 3 કંપનીઓની વેલ્યુ ₹75,855 કરોડ વધી
કંપની અઠવાડિયામાં ફેરફાર (₹ કરોડમાં) વર્તમાન માર્કેટ કેપ (₹ લાખ કરોડમાં)
SBI +₹39,045 ₹9.62
ઇન્ફોસિસ +₹31,014 ₹7.01
ICICI બેંક +₹5,795 ₹10.09
રિલાયન્સ -₹23,952 ₹19.72
લાર્સન એન્ડ ટુબ્રો -₹23,501 ₹5.30
HDFC બેંક -₹11,615 ₹14.32
ભારતી એરટેલ -₹6,443 ₹11.49
બજાજ ફાઇનાન્સ -₹6,253 ₹5.91
HUL -₹3,312 ₹5.54
TCS -₹470 ₹11.60
સ્રોત: BSE (12-16 જાન્યુઆરી, 2026)
માર્કેટ કેપિટલાઇઝેશન શું હોય છે?
માર્કેટ કેપ એ કોઈપણ કંપનીના કુલ આઉટસ્ટેન્ડિંગ શેર એટલે કે હાલમાં તેના શેરધારકો પાસે રહેલા તમામ શેરનું મૂલ્ય છે. તેની ગણતરી કંપની દ્વારા જારી કરાયેલા શેરની કુલ સંખ્યાને તેમની કિંમત વડે ગુણીને કરવામાં આવે છે.
આને એક ઉદાહરણથી સમજો…
ધારો કે… કંપની ‘A’ ના 1 કરોડ શેર બજારમાં લોકોએ ખરીદ્યા છે. જો એક શેરની કિંમત 20 રૂપિયા હોય, તો કંપનીની માર્કેટ વેલ્યુ 1 કરોડ x 20 એટલે કે 20 કરોડ રૂપિયા થશે.
કંપનીઓની માર્કેટ વેલ્યુ શેરની કિંમતો વધવા કે ઘટવાને કારણે વધે-ઘટે છે. આના બીજા પણ ઘણા કારણો છે…
વધવાનો શું અર્થ ઘટવાનો શું અર્થ
શેરની કિંમતમાં વધારો શેરના ભાવમાં ઘટાડો
મજબૂત નાણાકીય પ્રદર્શન ખરાબ પરિણામો
પોઝિટિવ ન્યૂઝ અથવા ઈવેન્ટ નેગેટિવ ન્યૂઝ અથવા ઈવેન્ટ
પોઝિટિવ મોર્કેટ સેન્ટિમેન્ટ અર્થતંત્ર અથવા બજારમાં ઘટાડો
ઊંચા ભાવે શેર જારી કરવા શેર બાયબેક અથવા ડીલિસ્ટિંગ
માર્કેટ કેપના ઉતાર-ચઢાવની કંપની અને રોકાણકારો પર શું અસર થાય છે?
કંપની પર અસર : મોટું માર્કેટ કેપ કંપનીને બજારમાંથી ભંડોળ એકત્ર કરવામાં, લોન લેવામાં અથવા અન્ય કંપનીઓ હસ્તગત કરવામાં મદદ કરે છે. જ્યારે, નાનું અથવા ઓછું માર્કેટ કેપ કંપનીની નાણાકીય નિર્ણય લેવાની ક્ષમતા ઘટાડે છે.
રોકાણકારો પર અસર : માર્કેટ કેપ વધવાથી રોકાણકારોને સીધો ફાયદો થાય છે. કારણ કે તેમના શેરની કિંમત વધી જાય છે. તે જ સમયે, ઘટાડાથી નુકસાન થઈ શકે છે, જેનાથી રોકાણકારો શેર વેચવાનો નિર્ણય લઈ શકે છે.
ઉદાહરણ: જો TCSનું માર્કેટ કેપ ₹12.43 લાખ કરોડથી વધે છે, તો રોકાણકારોની સંપત્તિ વધશે, અને કંપનીને ભવિષ્યમાં રોકાણ માટે વધુ મૂડી મળી શકે છે. પરંતુ જો માર્કેટ કેપ ઘટે છે તો તેનું નુકસાન થઈ શકે છે.