સાયબર ક્રિમિનલ્સ નવી-નવી રીતો અજમાવીને લોકો પોતાની જાળમાં ફસાવી રહ્યાં છે. આ લોકો ના તો તમારી પાસે ઓટીપી મગાવે છે અને ના તો પાસવર્ડ, તેમ છતાં બેન્ક એકાઉન્ટ ખાલી થઈ જાય છે. લેટેસ્ટમાં અનેક આવી સાયબર ફ્રોડની ઘટનાઓ રિપોર્ટ કરવામાં આવી છે. સરકારે આ પ્રકારના ફ્રોડમાંથી બચવા માટે એડવાઈઝરી જારી કરી છે. ભારત સરકારની આ સાયબર સિક્યોરિટી એજન્સી I4C એ લોકોને આધારકાર્ડ દ્વારા થતા બાયોમેટ્રિક સ્કેમથી એલર્ટ રહેવાની વાત કરી છે જેને આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ સ્કેમ કહેવામાં આવે છે.
કેવી રીતે થાય છે આ ફ્રોડ?
AEPS માં હેકર્સ સૌથી પહેલાં યુઝરનાં આધાર ડેટા સહિતની ખાનગી જાણકારી ચોરી લે છે. આ માટે ડાર્ક વેબનો સહારો લે છે અને લીક થયેલાં ડેટાનો યુઝ કરે છે. ત્યારબાદ સ્કેમર્સ ચોરી થયેલાં ડેટામાંથી નકલી ફિંગરપ્રિન્ટ તૈયાર કરે છે અને AEPS માઇક્રો એટીએમ વગેરે આનો ઉપયોગ કરે છે. આ રીતથી સ્કેમર્સ તમારા એકાઉન્ટને પૂરી રીતે ખાલી કરી શકે છે. સાયબર ક્રિમિનલ્સ આ માટે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરે છે.
મ્યુલ એકાઉન્ટ્સ એક એવું એકાઉન્ટ્સ છે જે સ્કેમર્સ દ્વારા સેટ કરવામાં આવે છે અને આનો ઉપયોગ કરીને છેતરપિંડી કરવામાં આવે છે. આ એકાઉન્ટ્સનું એક્સેસ લઈને હેકર્સ લોકોની સાથે AEPS સ્કેમ કરે છે. બાયોમેટ્રિક ડિટેલ્સનો ઉપયોગ કરીને આ પ્રકારનાં ફ્રોડ થાય છે. આ માટે OTP તેમજ પાસવર્ડનો યુઝ કરવામાં આવતો નથી.
AEPS ફ્રોડથી કેવી રીતે બચશો?
આ પ્રકારનાં ફ્રોડથી બચવા માટે તમારે એલર્ટ થવાની જરૂર છે. આ ફ્રોડથી બચવા માટે તમારા આધારકાર્ડનાં બાયોમેટ્રિકને હંમેશા લોક કરીને રાખો. આ માટે તમે UIDAI ની વેબસાઇટ તેમજ એપનો ઉપયોગ કરી શકો છો.
આ સિવાય તમારા આધારકાર્ડને હંમેશા સાચવીને રાખો. કોઈપણ ઓફિશિયલી સેન્ટર વગર અપડેટ કરશો નહીં. આધારકાર્ડ અપડેટ કરાવવા માટે હંમેશા પોસ્ટ ઓફિસ, બેન્ક તેમજ ઓફિશિયલી આધાર સેન્ટર પર જાઓ. આ સાથે તમારી ખાનગી જાણકારી કોઈની સાથે શેર કરશો નહીં. આમ, તમે આ નાની-નાની બાબતોને ફોલો કરીને એલર્ટ રહો.