ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ત્યારે ક્ષત્રિય ઠાકોર સમાજે પાટનગર ગાંધીનગરમાં ૨૬ મી જાન્યુઆરીએ મધરાતે શકિત પ્રદર્શન કર્યું. અડધી રાત્રે ગાંધીનગરના રામકથા મેદાનમાં ઠાકોર સમાજનું મહા સંમેલન યોજાયું હતું. અભ્યુદય નામે ક્ષત્રિય ઠાકોર સેનાના મહાસંમેલનમાં સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો તથા સમાજના જાણીતા લોકો ઉપસ્થિતિ રહ્યા હતા.
ઠાકોર સમાજના સામાજીક અને શૈક્ષણિક સુધારણા માટે આ સંમેલન મળ્યું છે.
આ સંમેલનમાં સાસંદ ગેનીબેન ઠાકોર, કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, સાસંદ બારીયા, ધારાસભ્ય લવીંગજી ઠાકોર, પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર, કેશાજી ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા. તો આ ઉપરાંત કલાકાર વિક્રમ ઠાકોર, ભરત બારીયા, કીર્તીદાન ગઢવી પણ હાજર રહ્યા. આ પ્રસંગે અલ્પેશ ઠાકોરની ધમાકેદાર એન્ટ્રી કરવામાં આવી હતી. તેઓ વિક્રમ ઠાકોરને સાથે લઈને આવ્યા હતા. અલ્પેશ ઠાકોરે આવતાની સાથે જ સમાજને સંદેશ આપ્યો હતો.
ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આમંત્રણને માન આપી રાજ્યભરમાંથી સમાજ આવ્યો છે અને શ્રેષ્ઠી આવ્યા છે. રાત્રે કોણ આવે તેવા વિચારો અને સવાલો હતા. સમાજ વચ્ચે વર્ષોથી ફરું છું. સૌરાષ્ટ્ર માં એક એક ગામમાં ફર્યો છું. ગામોની ધૂળ જાઈ છે. સમાજની અનેક પીડા હતી. ક્ષત્રિય ઠાકોર સેનાથી શું મળ્યું? એક તાલુકાના લોકો એકબીજાને ઓળખતા ન હતા. સમાજને તમામ દિશામાંથી એક કરવું કોઈ ખેલ નથી. ૧૫ વર્ષથી મહેનત કરી છે. નેતાઓએ ૫૦ કિલોનો અલ્પેશ જાયો હતો. નેતાઓની આંગળી પકડી રાજનીતિ શીખ્યો. આ નેતાઓ આપણને આશીર્વાદ આપવા આવ્યા છે. નેતાઓની વિચારધારા અલગ છે, પરંતું સમાજ માટે સાથે બેઠા છે. ધોળા દિવસે ગાડીઓના ભાડા મુકો તો પણ ભેગા ના થાય તે રાત્રે ૩ વાગે ભેગા થાય છે. અભ્યુદય એ વ્યસનની સામે આપણે જાગ્યા છીએ. જીએમડીસી ગ્રાઉન્ડમાં ૧૦ વર્ષ પહેલા એકત્ર થયા હતા. પહેલા નશામાં હોય તેવા વ્યકિત ને જાઈને કહેતા ‘ઠાકોર હશે’. એટલે અમે આંદોલન કર્યું. ગામડાઓમાં ૯૫ ટકા વ્યસનમુકિત આવી ગઈ છે, કોણ વ્યસન કરે છે એ શોધવું પડે. શહેરના સમૃદ્ધ પરિવારના લોકો વ્યસનમાં આવ્યા છે. વ્યસનના કારણે અમદાવાદ ગાંધીનગરની જમીન ગુમાવી. જમીન ગુમવવા ના માંગતા હોય તો તમારા દીકરા દિકરીને પાછા વાળી લેજા.
અલ્પેશ ઠાકોરે આગળ કહ્યું કે, ગુજરાતનો સૌથી મોટો સમાજ ડિએસપી કે આઈએએસ નથી આપીશક્યતા , તેથી હવે જાગવાની જરૂર છે. તમામ સમાજ શિક્ષણ સંસ્થાઓ છે તો આપણે ક્યા સુધી પાછળ રહેવાનું. શિક્ષણનું પછાતપણું ભાંગવું છે, આપણે એક વિચાર મુકવો જરૂરી છે. જે સમાજ આગળ આવ્યા તેમાંથી પ્રેરણા લેવી પડે. નહીં શિખીએ તો થાકી જઈશું. સમાજ જાગ્યો છે તેને કોઈ પાછો નહીં પાડી શકે. શિક્ષણ હોય કે રાજનીતિ તમારા હક્ક માટે લડવું પડે. તમારે જાતે જ લડવું પડશે, ગરીબ સમદુખિયા ભેગા કરવા પડે.
ભાજપના ધારાસભ્યએ આગળ કહ્યું કે, રાજનીતિમાં આ લોકોના કારણે છું. જે દિવસે એવું લાગશે કે રાજનીતિમાંથી કંઈ આપી નહીં શકું ત્યારે હસ્તા મોઢે નીકળી જઈશ. હજુ અનેક શિક્ષણ ભવનો બનાવવાના છે. નીતિઓ સામે લડવું પડશે, નીતિઓ સામે બોલવું પડશે. એ તૈયારી તમારે રાખવી પડશે. જયપ્રકાશ નારાયણે રાત્રિ સભા કરી હતી. ગુજરાતમાં પ્રથમ અને, દેશની ત્રીજી રાત્રિ સભા છે. ગેનીબેનને લોકો અંધશ્રદ્ધાની વાત કરે છે, પણ હું પણ સમાજનો ભૂવો બની ગયો છું. નારિયેળ કંઈ તરફ ફેંકવું એ મને ખબર છે. સમાજ માટે રાજનીતિમાંથી આહુતિ આપવા કે છોડવાની તૈયારી છે. કલાકાર વિક્રમ ઠાકોરે કહ્યું કે, આપણો સમાજ એવો છે કે આટલી રાત્રે આપણે એકત્ર થયા. અલ્પેશભાઈએ સમાજ માટે કર્યું છે. વર્ષોથી સમાજ માટે સેવા કરી તે બદલ અભિનંદન. આજે લગ્નનો પ્રોગ્રામ હતો પણ મેં સમાજના સંમેલન માટે વહેલા ફ્રી કરવા કહ્યું તો મને રજા આપી. સમાજ આવી રીતે એક રહે. ગેનીબેને મને બોલાવ્યો હતો પણ કોઈ કારણસર ન હતો ગયો, તો માફી માંગું છું. નાના ઘરમાંથી એક ઠાકોરને દીકરો સુપરસ્ટાર થયો છે. તમારા આશિર્વાદ છે. તમે છો તો હું અને અલ્પેશભાઈ છીએ. ગેનીબેનને એક વિનંતી કરવી છે. થોડા દિવસ પહેલા તમે બંધારણ બનાવ્યું સારી બાબત છે. સમાજ માટે તમે કેટલીક બાબતો મૂકી છે. મને ઘણા લોકોના ફોન આવ્યા છે. ડીજેવાળાના ફોન આવતા હતા. એમના ઘર એના પર ચાલે છે તમે આગેવાનો છો રસ્તો કાઢજા તો એમનું ઘર ચાલે. ઠાકોર સમાજમાં ડીજેના ઉપયોગ ન કરવા બાબતના બંધારણના નિયમ પર વિક્રમ ઠાકોરે કહ્યું કે, શિક્ષણમાં આપણે
આભાર – નિહારીકા રવિયા આગળ વધવાનું છે. વ્યસનમાં આપણે આગળ વધવાનું નથી.