CM અમરિંદર સિંહે પાડી દીધો ખેલ, પાર્ટીમાં ઘમાસાણ વચ્ચે AAPના 3 MLA કૉંગ્રેસમાં સામેલ

Spread the love

ઘરેલૂ રાજકીય સંકટથી ઝઝૂમી રહેલા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે એકવાર ફરી પોતાની રાજકીય સમજની ધાર બતાવતા રાજ્યમાં પાર્ટીને મજબૂતી આપવાની નિયતથી આપના ત્રણ બળવાખોર ધારાસભ્યોને કૉંગ્રેસમાં સામેલ કરી લીધા છે. આમ આદમી પાર્ટીના આ બળવાખોર ધારાસભ્યોને કૉંગ્રેસમાં સામેલ કરી દેવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના આ બળવાખોર ધારાસભ્યોમાં સુખપાલ ખૈરા, પિરમલ સિંહ ખાલસા અને જગદેવ સિંહ કમાલૂ સામેલ છે.
પંજાબ કૉંગ્રેસના ઑફિશિયલ ફેસબૂક પેજ પર પાર્ટીએ આપના આ ત્રણ બળવાખોર ધારાસભ્યો અમરિંદર સિંહ સાથેની તસવીર સાથે તેમના કૉંગ્રેસમાં સામેલ થયાના સમાચાર આપ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કેપ્ટનના દિલ્હી જતા પહેલા સુખપાલ ખૈરા, પિરમલ સિંહ ખાલસા અને જગદેવ સિંહ કમાલૂ સાંસદ પરનીત કૌરની હાજરીમાં હેલીપેડ પર કેપ્ટન અમરિંદર સિંહ સાથે મુલાકાત બાદ કૉંગ્રેસમાં જોડાયા.
ઉલ્લેખનીય છે કે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ ખુદ પાર્ટીના આંતરિક વિખવાદથી ચિંતિત છે. પંજાબમાં પાર્ટીના બીજી લાઇનના નેતા તેમનાથી નારાજ ચાલી રહી છે. કેપ્ટનનું નેતૃત્વ તેમને પસંદ નથી આવી રહ્યું અને આની ફરિયાદ તેઓ પાર્ટી હાઈકમાન્ડ સોનિયા ગાંધીને પણ કરી ચુક્યા છે. પંજાબ કૉંગ્રેસના આંતરિક વિખવાદને દૂર કરવા માટે કૉંગ્રેસ હાઈકમાન્ડે ત્રણ સભ્યોની પેનલ બનાવી છે, જેમને મળવા માટે કેપ્ટન આજે દિલ્હી ગયા છે.
પંજાબ કૉંગ્રેસના એક વર્ગે તર્ક આપ્યો છે કે અમરિંદર સિંહના નેતૃત્વમાં આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી ના જીતી શકાય. ધારાસભ્યો એ વાતને લઇને ચિંતિત છે કે ગત સાડા ચાર વર્ષમાં સરકાર દ્વારા કરવામાં આવેલા મોટાભાગના વાયદા પૂર્ણ ના થઈ શક્યા. આવામાં ગ્રામ્ય વિસ્તારના લોકોના ગુસ્સાનો સામનો નેતાઓએ કરવો પડી શકે છે. આપના નેતાઓને પાર્ટીમાં સામેલ કર્યા બાદ પાર્ટીમાં અમરિંદર સિંહનું કદ વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com