ભૂટાન ફરવા ગયેલા એક ભારતીય પ્રવાસીને ધાર્મિક સ્થળોના ફોટા પડાવવવા ભારે પડ્યા છે. રૉયલ ભૂટાન પોલીસે તેને અતકાયતમાં લઈ લીધો છે. ભારતીય ટૂરિસ્ટ પર આરોપ છે કે, તેને ભૂટાનના ડોલુચા સ્થિત નેશનલ મેમોરિયલ ચોર્ટન () ઉપર ઉભા રહીને ફોટા પડાવ્યા હતાં, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતાં. આ ઘટનાથી સ્થાનિક લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી. ત્યાર બાદ પોલીસે તેના વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી.
અટકાયતમાં લેવામાં આવેલા ટૂરિસ્ટનીએ ઓળખ અભિજીએત રતન હજારેના રૂપમાં થઈ છે, જે મહારાષ્ટ્રનો રહેવાસી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતમાંથી 125 બાઈકર્સનું એક જુથ ભૂટાન ફરવા ગયું હ્તું, જેમાં અભિજીત રતન હજારે પણ શામેલ હતો. હાલ રૉયલ ભૂતાન પોલીસે અભિજીતનો પાસપોર્ટ જપ્ત કરી લીધો છે અને તપાસ ચલાવી રહી છે.
નેશનલ મેમોરિયલ ચાર્ટન બૌધ સમુદાયનું એક ધાર્મિક સ્થળ છે. એવી માન્યતા છે કે, જે જગ્યાએ આ સ્તુપ છે ત્યાં ગૌતમ બુદ્ધ રોકાયા હોવાના પુરાવા મળ્યાં છે. ભૂટાનમાં આ સ્તૂપોની પૂજા કરવામાં આવે છે.
અભિજીત સાથે ગયેલા અન્ય બાઈકર્સનું કહેવુ છે કે, અભિજીતને બિલકુલ ખબર નહોતી કે તે જે જગ્યાએ ઉભો છે તે બૌદ્ધ સ્તુપ છે. બાઈકર્સ જ્યારે ડોછુલામાં બાઈક પાર્ક કરી રહ્યાં હતાં ત્યારે અભિજીતે સ્તૂપ પર ચડીને આ ફોટો પડાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જે બાદમાં વાયરલ થઈ ગયો હતો.
સોશિયલ મીડિયા પર આ ફોટો શેર થતા લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર બાદ રૉયલ પોલીસ ભુટાને અભિજીત વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. તો ભારતમાં પણ અભિજીતની આ શરમજનક ઘટના પર લોકો આકરી ટિપ્પણી કરી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે, ફોટા પડાવવાના ચક્કરમાં લોકો કંઈ પણ કરે છે, જેમને પાઠ ભણાવવો જરૂરી છે.