પોતાની જાતને કલ્કિ ભગવાન કહેનારા વિજયકુમાર નાયડુને ત્યાં ઇન્કમટેક્ષ વિભાગે રેડ ગુરૂવારના રોજ કરી હતી જે બીજા દિવસે પણ ચાલી હતી. કલ્કિ ભગવાન અને તેના છોકરા કૃષ્ણના ચાર રાજ્યોના આશ્રમોમાં રેડ પાડવામાં આવી હતી. તેના આશ્રમ તમિલનાડુ, તેલંગાણા,કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં આવેલા છે જ્યાં હાલ રેડ ચાલી રહી છે.
કલ્કિ ભગવાન ની ચાલીસ જગ્યાએ રેડ ચાલી રહી છે. જેમાં તેના નામ ઉપર બનાવેલી એક યુનિવર્સિટી અને એક સ્કૂલ પણ શામેલ છે. તેનો મુખ્ય આશ્રમ આંધ્રપ્રદેશના ચિત્તુર જિલ્લામાં છે. મુખ્ય આશ્રમ ના કેમ્પસની આજુબાજુ ચારેતરફ કવર કરવામાં આવ્યો છે ત્યાંથી કોઈ આવી કે જઈ શકતું નથી. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ના સુત્રો અનુસાર આશ્રમ ઉપર જમીન હડપવા અને ટેક્સ ચોરીના આરોપ છે. આ ઉપરાંત કલકી ટ્રસ્ટના ફંડને લઇને પણ મેનેજમેન્ટ નિશાના ઉપર છે. સારંગ બીક રિપોર્ટના આધારે it ડિપાર્ટમેન્ટે કરકે આશ્રમ ટ્રસ્ટ ના મેનેજર લોકેશ દેશ આજી સાથે નાણાંની આપ-લે બાબતે પૂછપરછ કરી રહી છે.
જાણકારી અનુસાર એલઆઈસીમાં ક્લાર્ક ના રૂપમાં પોતાના કરિયરની શરૂઆત કરનાર વિજયકુમાર નાયડુ કલ્કિ ભગવાન એ બાદમાં નોકરી છોડી એક એજ્યુકેશન સંસ્થાની સ્થાપના કરી પરંતુ તે લાંબુ ચાલ્યું નહીં તેથી તેઓ પોતાની જાતને વિષ્ણુના 10 અવતાર કલ્કિ ભગવાન જણાવતા વિજયકુમારે 1889માં ફરીથી ચિત્ર માં પ્રગટ થયા.
ત્યારબાદ તેમણે પોતાના આશ્રમની ગતિવિધિનો વિસ્તાર આંધ્ર પ્રદેશ સહિત તમિલનાડુમાં કર્યો. કલ્કિ ભગવાન પોતાને અને પોતાની પત્ની પદમાવતીને દેવ સ્વરૂપ જણાવે છે. આશ્રમમાં દેશના ધનવાન લોકો ઉપરાંત વિદેશી અને એન.આર.આઈ લોકોની લાઈનો લાગે છે. કલ્કિ ભગવાન ના સાધારણ દર્શન માટે ૫૦૦૦ અને વિશેષ દર્શન માટે 25 હજાર રૂપિયા ચૂકવવા પડે છે.
કલ્કિ ભગવાન ની સાથે તેનો દીકરો કૃષ્ણા વિરુદ્ધ પણ સેંકડો એકર જમીન ઉપર કબજો કરી અને સ્ટેટ નો કારોબાર કરવાની ફરિયાદો છે.2008માં ચિત્તુર જિલ્લાના કલ્કી આશ્રમ માં થયેલી ભાગદોડમાં પાંચ લોકોનું મૃત્યુ થયું ઉપરાંત ઘણા લોકો ઘાયલ થયા. તે પછીના કેટલાક દિવસો સુધી આશ્રમ બંધ રહ્યો હતો.