કરવાચોથના દિવસે પતિ-પત્ની વચ્ચેના વિવાદનો મામલો સામે આવ્યો છે. પતિએ કરવાચોથના દિવસે માગણી પૂરી ન કરે તો પત્નીએ પતિને ડંડે-ડંડે ધોઇ નાંખ્યો. આ મામલો ગુરુવારની સવારનો છે. પત્નીએ કરવાચોથ પર સોનાની નથ ભેટમાં માગી હતી પરંતુ પતિ ફક્ત સાડી લઇને પહોંચ્યો. તેના પર બંને વચ્ચે બોલાચાલી થઇ ગઇ. વિવાદ એટલા વધી ગયો કે પતિએ પત્નીને લાફો મારી દીધો. તે બાદ મહિલાએ પતિને દોડાવી-દોડાવીને ડંડા વડે ધોઇ નાંખ્યો. બંને વચ્ચેની ખટપટ જોઇને લોકો એકઠા થઇ ગયા. લોકોએ તેમને સમજાવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ તેઓ માન્યા નહી. તે બાદ યુવક જેમ-તેમ કરીને કોઇ બીજા ઘરમાં છુપાઇ ગયો અને પોતાની જાતને બચાવી. વિવાદ થોડો શાંત થયો તો પતિ-પત્ની પોલીસ સ્ટેશન પહોંચ્યા અને એકબીજા વિરુદ્ધ ફરિયાદ કરી. યુવકે જણાવ્યું કે તે ગાઝિયાબાદમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મહિનાના 13 હજાર રૂપિયા કમાય છે. આ વખતે તેનું બજેટ ન હતું તેથી તે નથ ન લાવી શક્યો. તેણે જણાવ્યું કે તે પછીથી તેને નથ ખરીદી આપશે. તેમનો 4 વર્ષનો એક દિકરો પણ છે. સ્ટેશન હેડ ઓપી સિંહે જણાવ્યું કે પોલીસે જ્યારે તેમને સમજાવ્યાં તો તેઓ માની ગયા. તે બાદ તેમને ખુશીથી તહેવાર ઉજવવાની સલાહ આપીને ઘરે મોકલી દેવામાં આવ્યા. આ મામલે કોઇ રિપોર્ટ રજીસ્ટર કરવામાં નથી આવ્યો.