GJ-૧૮ એવું મહાનગર પાલીકા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બે હાથે નહીં પણ ચાર હાથે કરોડોની ગ્રાંન્ટો આપી રહી છે. ત્યારે સ્માર્ટસીટી થકી પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો ધુમાડો સરકારના નાંણાનો થયો છે. ત્યારે આ ફરીયાદો સ્વર્ણીમસંકુલથી લઇને મુખ્યમંત્રી સુધી પહોંચતા અને થયેલા કરોડોના નાંણાનો વ્યથ થતો હોવાની ફરીયાદો ઉઠતાં સ્વર્ણીંમ સંકુલમાં બેસતા ઉચ્ચ સરકારી અધિકારી પણ ચોંકી ઉઠ્યા છે. નવા કમિશ્નર હાલ ધવલ પટેલ પોતે હાજર થયા તેના ૪ દિવસથયા છે. ત્યારે હજુ જે પરચો બતાવવાનો છે. તે બતાવ્યો નથી.
પણ સાઇલેન્ટ વળું જ મનન કરીને હમણાં જ અધિકારીઓને બોલાવી ને જે વિકાસકામોની તડાફડી કરી અને જે કામો ચાલુ છે, તેમાં કમિશ્નરને અધિકારી દ્વારા સમજાવવા જતાં હવા અધિકારીની કાડી નાંખી હતી. કરોડો રૂપિયા વિકાસ કામો માટે વપરાયા છે. ત્યારે આ રકમનો હિસાબ મોટા ચકાસવામાં આવે તો જ ચીજવસ્તુઓ ખરીદી કરવામાં આવી ચે. તેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની રજે રજની માહિતી પ્રાપ્ત ખાનગી માણસો દ્વારા કમિશ્નર પ્રાપ્ત કરી રહ્યા હોવાનું પણ સુત્રો દ્વારા જણાવા મળ્યું છે.
સ્વર્ણીંમ સંકુલથી અનેક ફરીયાદો, ખરીદી કરેલા વાહનોથી લઇને જે સ્માર્ટસીટી કરેલા ખર્ચાઓથી તમામ માહિતીઓ ઉપર હવે નવા સચિવાલયના ઉપરી અધિકારીઓ બાજ નજર રાખી રહ્યા છે. ત્યારે
કમિશ્નર પોતે સ્વચ્છ પ્રતિભા, અને કુશળ વહીવટદાર તરીકે જાણીતા છે. ત્યારે હવે અગાઉ જે ભક્તિઓ ચાલી હતી, તે હવે ચાલશે નહીં તેવી અધિકારીઓને ખબર પડી ગઇ છે. ત્યારે પાટનગરને સ્માર્ટ સીટી બનાવવાના હેતુથી સરકારે રૂ. બે હજાર કરોડનું ફંડ ફાળવ્યા બાદ નાગરિકો માટે ખરી હાલાકી શરૂ થઈ છે. આગામી ૫૦ વર્ષની જરૂરિયાતને ધ્યાને રાખી આયોજન કરવાના હેતુથી અપાયેલા ફંડમાં મોટાભાગની કામગીરી અધૂરી હોવા છતાં કરોડો રૂપિયાના બિલ પાસ કરી દેવાયા છે. અંડરપાસ, ફૂટપાથ, રોડ, બગીચ જેવી અનેક કામગીરીમાં છબરડાંઓ બહાર આવતાં કમિશનરને લાલ આંખ કરવાની ફરજ પડી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મ્યુનિ. કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ડૉ. ધવલ પટેલે મ્યુનિ.ની દરેક શાખા સાથે રીવ્યૂ બેઠકનું આયોજન કર્યું હતું. એન્જિનિયરિંગ શાખાએ કરેલી કામગીરીની સમીક્ષા દરમિયાન સંખ્યાબંધ છબરડાં પકડાયા હતા. લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ અંડરપાસ જાણે કે સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયો હતો. પહેલા વરસાદમાં જ કરોડો રૂપિયાના ખર્ચે નાખેલી ખ-રોડ પરની ફૂટપાથો ધોવાઈ ગઈ હતી. ગ-રોડ અને ૬ તથા ૭ નંબરના રોડને સ્માર્ટ રોડ બનાવવા માટે ખાડા ખોદાયા છે, પરંતુ રોડ બન્યો નથી. જેના કારણે ગત વર્ષની જેમ આ ચોમાસામાં પણ રોડ પર મોટા ખાડા અને ભુવાનું જાેખમ સર્જાયું છે. પાટનગરના અનેક માર્ગો પર ઠેર-ઠેર ખાડા છે અને ફૂટપાથોનું ધોવાણ વધી રહ્યું છે. આમ છતાં, એન્જિનિયરિંગ શાખાએ કરોડો રૂપિયાના બિલનુ ચૂકવણું કરી દીધું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. રીવ્યૂ બેઠક દરમિયાન સામાન્ય નાગરિકોની જેમ કમિશનરને પણ સવાલ થયો હતો કે, કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં કામગીરી શા માટે અધૂરી રહે છે? જાે કે આઉટસોર્સિંગ અધિકારીઓના ભરોસે ચાલતી એન્જિનિયરિંગ શાખાએ ગોળ-ગોળ જવાબો આપ્યા હતા.
તાજેતરમાં જાહેર થયેલી ટોચના સ્માર્ટ સિટીની યાદીમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટનું સ્થાન છે, પરંતુ ગાંધીનગર ક્યાંય દેખાતું નથી. નાગરિકોને પડી રહેલી હાલાકી અને નબળા રેન્કિંગે એન્જિનિયરિંગ શાખાની પોલ ખોલી નાખી છે.
ગાંધીનગર સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીની બગડી રહેલી છબિને સુધારવા માટે કમિશનરે કવાયત હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. રીવ્યૂ બેઠક દરમિયાન કમિશનરે સ્માર્ટ સિટી તથા મ્યુનિ.ના દરેક પ્રોજેક્ટની કામગીરી પર સતત નજર રાખવાની અને નિયમિત રીતે પ્રગતિ અહેવાલ રજૂ કરવાની સૂચના આપી છે.