ટિપર ખરીદીમાં નવું વાહન કે જુનું વાહન ? નવું વાહન હોવા છતાં ગણતરીના મહિનાઓમાં રીપેરીંગના તોતિંગ ખર્ચા- પ્રજામાં ચર્ચા

Spread the love

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી , ડે મુખ્યમંત્રી લાખો નહિ પણ કરોડોની ગ્રાંન્ટો મહાનગરપાલિકા માં વિકાસ માટે આપી રહ્યા છે. ત્યારે આ કરોડોની ગ્રાંન્ટોનો ઘડો લાડવો તંત્ર કરી દેતું હોય તેવું લાગી રહ્યું છે. રૂપાણી કાકા કરોડો ની ગ્રાંન્ટો , મોકલે છે. એટલે જરૂર જે ચીજવસ્તુઓની ન હોય તો પણ ખરીદો , ચકાસવાની જરૂર નથી , સેટીંગડોટકોમ કેટલું? આ મહત્વનું રહ્યું છે ત્યારે GJ-૧૮ મનપાની મિકેનીકલ શાખા, અને સેનેટરી શાખાએ જે વાહનો ખરીદ્યા તે વાહનોની ચકાસણી કરી છે , ખરા ? નવા વાહનો હોય શું? થોડા મહિનામાં કંડમ અને રીપેરીંગના લાખોના ખર્ચા આવે, ગેરેંટી અને વોરંટી શું? ત્યારે આવા અનેક વેખડ પ્રશ્નોની પ્રજા ઝડિયો વરસાવી રહીં છે GMCમાં હવે સત્તાધારી જે ગણો તે હવે કમિશ્નર પોતે હતાં – કર્તા હોય તેમ વહીવટદાર છે. ત્યારે સરકારના કરોડો રૂપિયાની ગ્રાન્ટો ક્યાં વાપરવી એ મોટો પ્રશ્ન હોય તો પછી ભલેને વાહનો પડ્યા હોય , પણ માલામાલ કંપનીઓ અને ઉચ્ચ બાબુઓ મલાઇ ડોટકોમથી ચાલી રહ્યું છે. ખરીદી કરીને માલ કસ્ટમ માં ભેગો કરવો પડે, એવી જ સ્થિતિ સર્જાઈ છે. ત્યારે શહેરમાં કચરો જ ભરવા વાહનો પડયા છે ૮ ટ્રેક્ટર હોવા છતાં નવા વાહનોમાં રીપેરીંગના લાખોનો ખર્ચો આવે તો કઈ રીતે બની શકે ?
GJ-૧૮ GMC ની ગાડીઓ જે ખરીદી કરવામાં આવી છે તેમાં ગાડી કોઈ ઓર્ડર કે સુચના ના હોય છતાં મોટી શિહોલી (ચિલોડા) ખાતે રીપેરીંગમાં મોકલી દીધી છે. તો નવી ગાડીની ખરીદી કરવામાં આવી તો ગેરંટી કે વોરંટી શું? ઘણી ગાડીઓમાં તો હાઇડ્રોલીક સીસ્ટમ ખરાબ થઇ ગઇ છે. અને ટ્રોલી પણ ઉચીને ઉંચીજ રહે છે. ત્યારે GMC દ્વારા કરોડોના ખર્ચ કરેલાં નાણાંમાં હજુ પણ ખર્ચા વધી રહ્યા છે. ગાડી હોય તેમ મુખ્ય વસ્તુ ચેસીસ આવે ત્યારે ચેસીસની ગેરંટી શું? વાહનો અમુક મહીનાઓમાં જાે આવી રીતે બગડી જતાં હોય તો શું આ વાહનો નવા છે, કે પચી જુના મોડીફાઇડ થયા છે, તે હવે શંકાના દાયરામાં આ પ્રશ્ન લોકોમાં પૂંછાઇ રહ્યો છે. હવે, તો સરકારે જે ગ્રાંન્ટો મૂકવામાં આવે અને નવી ચીજવસ્તુઓ ખરીદી કરવામાં આવે તેમાં ચકાસણીની કમીટી પણ બનાવવાની જરૂર છે. આજે GJ-૧૮ મહાનગરપાલિકામાં જે જગ્યાએ લાગનો મૂતકલામાં આવ્યા છે. તેમાં મોટાબાગના વાહનો-કંડમ અને ભંગારવાડા જેવા થઇ ગયા છે. ત્યારે અમુક મહીનાઓમાં ખરીદેલી ટીપર ની ગેરંટી કે વોરંટી કેટલી ? શું રીપેરીંગની કેંપની કોઇ GMCના અધિકારી-કર્મચારીના સગા-સબંધીની છે. જેથી બગડી હોય તો ઓર્ડર વગરજ ત્યાં મોકલી દેવાની અને આ ટીપર જ્યાંથી ખરીદી કરવામાં આવી છે. તે મીકેનીકલ ડીપાર્ટમેન્ટ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી કે કેમ? હા તો મહીનાઓના ગાળામાં આ ગાડીઓ કેવી રીતે બગડી જાય. આમ જાેવા જઇએતો સરકાર કરોડોની ગ્રાંન્ટો મોકલે છે. અને પ્રજા તગડા ટેક્સ ભરે છે. તો પૈસા ક્યાં વાપરવા? ત્યારે ભલેને વાહનો પડેલા હોય પણ નવા વાહનો ખરીદી કરવામાં અને રીપેરીંગમાં પણ ભ્રષ્ટ્રાચાર ની પુંગી તો વગાડવાની જ? તો માલામાલ સાથે મલાઇ ખવાય ને, ત્યારે કૌભાંડો અને ભ્રષ્ટ્રાચારમાં અવ્વલ નંબરે ઉતરેલ મનપાની અનેક ફરીયાદો ઉચ્ચકક્ષાએ સરકારને મળી છે.ત્યારે હવે ખરેકર મીકેનીકલ શાખા દ્વારા ઓર્ડરો આવેલી અને સેનેટરી એવી સ્ટોરશાખા દ્વારા ખરીદાયેલી આ ચીજવસ્તુઓ જે ખરીદી છે. તેની ચકાસણી કરાવીને તેના ચેસીસ નંબરો, ચીજ-વસ્તુઓ નવી નાંખેલ છે, કે કેમ? આ તમામ ચકાસણી કરાવવાની જરૂર છે. તો બાગડબીલ્લા મલાઇયા બહાર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com