Gj 18 ભાજપ શહેરમાં ઠીક ચાલી રહ્યું નથી, ત્યારે આંતરકલહ હજુ ચાલુ જ છે, ત્યારે ભલે જોડે બેસતા હોય જોડે પીરસતા હોય, કાર્યક્રમમાં જોડે હાજર હોય, પણ મન જુદા છે, ત્યારે ભાજપ 41 સીટો મહાનગરપાલિકામાં આવી છે, જે પચાવી હવે અઘરી લાગી રહી છે, હવે ભાજપમાં બે ગ્રુપ પડી ગયેલા જોઈ શકાય છે, ભલે વાતો શિસ્તની હોય પણ હવે આ પ્રશ્ને ભાજંગળ વધી ગઈ છે, ત્યારે પૂર્વ ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલને શહેર પ્રમુખ દ્વારા ગેરસિસી સંદર્ભે ફરફરીયું પકડાવ્યું છે, ત્યારે શહેર ભાજપમાં આંતરકલહ અનેક નો હશે? ફરફરીયા માં પક્ષ વિરોધી પ્રવૃત્તિ નોટીસ આપીને સાત દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે, ત્યારે હવે શહેર પ્રમુખ આકરા પાણીએ બેસી ગયા છે, પક્ષને નુકસાન કરતા અને પક્ષ વિરોધીઓની જે વાતો છે, તેમાં હજુ પાંચ થી સાત નગર સેવકો અને પૂર્વ હોદ્દેદારોને પણ ગેરસિસી સામે પ્રમુખ નોટિસ ફટકારવાના મૂડમાં હોય તેવું સૂત્રો જણાવી રહ્યા છે,
વધુમાં પાર્ટી પક્ષને ૪૧ સીટો સાથે મહાનગરપાલિકામાં ડબલ ડીજીટ બહુમતી મળી છે, ત્યારે પાર્ટી ૫ થી ૧૦ હલનચલન કરે તો પાર્ટીને ફરક પડવાનો નથી, ત્યારે અગાઉ ટેકાવાળી અને કોંગ્રેસમાંથી ભાજપમાં એન્ટ્રી કરાવીને લાવ્યા હતા, એટલે રાધે રાધે કરવું પડતું હવે પાર્ટી પક્ષ અલગ મૂડમાં હોય તેવું લાગે છે, ત્યારે આ સંદર્ભે પૂર્વ ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ મામલો અમારી પાર્ટી પક્ષનો છે, અને હું દોઢ મહિનાથી મહારાષ્ટ્રના પ્રવાસે છું, અને મને પાર્ટી એ જે જવાબદારી સોંપી છે તે હું અદબભેર નિભાવી રહ્યો છું, ત્યારે નોટિસ મળી તેનો જવાબ હું લેખિતમાં આપીશ