ગાંધીનગરમાં 50 હજારથી વધુના મિલકતવેરાના બાકીદારોને આખરી નોટિસ અપાશે

Spread the love

મિલકત વેરાની માતબર રકમની બાકી વસૂલાત પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ થશે

ગાંધીનગર
મહાનગરપાલિકાની વેરા શાખા દ્વારા મિલકત વેરાની માતબર રકમની બાકી વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 1 લાખથી મોટી રકમના બાકીદારોને આખરી નોટીસ ફટકારવામાં આવ્યા બાદ પણ વેરો નથી ભર્યા તેવા બાકીદારોની મિલકત જપ્તીની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે જ્યારે 50 હજારથી વધુના બાકીદારોની યાદી તૈયાર કરીને તેમને આખરી નોટિસ આપવામાં આવનાર છે. મહાનગરપાલિકામાં 18 ગામો અને પેથાપુર મહાનગરપાલિકાનો સમાવેશ થયા બાદ મિલકત વેરાની વસૂલાત પણ માતબર થઇ રહી છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં 1.78 લાખ જેટલી રહેણાંક અને વાણિજ્ય મિલકતો નોંધાઇ છે. જેમની પાસેથી દર વર્ષે મિલકત વેરાની વસૂલાત કરવામાં આવે છે. એડવાન્સ વેરો ભરનાર અને ઓનલાઇન વેરો ભરનારને વળતર પણ આપવામાં આવે છે પરંતુ અનેક મિલકતધારકો દ્વારા વર્ષોથી વેરો ભરપાઇ કરવામાં આવતો નથી. આવા બાકીદારો સામે હવે મિલકત જપ્તીનું હથિયાર ઉગામવામાં આવશે.

ચાલું નાણાકીય વર્ષમાં મહાનગરપાલિકાને 84.52 કરોડના માંગણા સામે અત્યારસુધીમાં 60.24 કરોડની વસુલાત કરી દેવામાં આવી છે. પરંતુ લાંબા સમયથી વેરો ભરપાઇ નહીં કરતા મિલકતધારકો પાસેથી કરોડો રૂપિયાની બાકી વસુલાત માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અગાઉ 2860 જેટલા જૂના બાકીદારોની યાદી તૈયાર કરી નોટીસ ફટકારવામાં આવી હતી. નોટીસ બાદ માતબર વસૂલાત થઇ ગઇ હતી પરંતુ તેમછતાં હજુ ઘણા બાકીદારોએ વેરો ભર્યો નથી. મહાનગરપાલિકાની વેરા શાખા દ્વારા 1 લાખથી વધુ રકમનો વેરો બાકી હોય તેવા મિલકતધારકોને ઝોનવાઇઝ આખરી નોટીસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આખરી નોટીસ બાદ પણ વેરો નહીં ભરનાર મિલકતોને સીલ કરવાનીકામગીરી આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે. હવે 50 હજારથી વધુના બાકીદારોની પણ અલગથી યાદી તૈયાર કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com