મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય રાજકોટમાં પી.ડી.યુ મેડિકલ કોલેજની બાજુમાં આવેલા શ્રીમતી મનુબેન ઢેબર સેનેટોરિયમનો ઉપયોગ ૧૦૦ બેડની કામચલાઉ કોવિડ હોસ્પિટલ ઊભી કરવા માટે કરાશે.
કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં આ કામચલાઉ ૧૦૦ બેડ હોસ્પિટલ કોવિડ-કોરોના રોગી સારવાર માટે ઉપયોગી બનશે.
અમેરિકન ઇન્ડીયન ફાઉન્ડેશન આ 100 બેડની કામચલાઉ હોસ્પિટલ ઊભી કરવા સહયોગ આપશે
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ૩૬૭૦ ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતી આ સેનેટોરિયમની જમીન આરોગ્ય વિભાગ હસ્તક આપી ભવિષ્યમાં લાંબાગાળાના આયોજન રૂપે ૪૦૦ બેડ હોસ્પિટલ કાયમી ધોરણે ઊભી કરવા હાઇપાવર કમિટીની આજે મળેલી બેઠકમાં નિર્ણય કર્યો છે
આ હોસ્પિટલ ઊભી થવાથી હાલની પી.ડી.યુ હોસ્પિટલની બેડ સુવિધાઓમાં વધારો થશે અને દર્દીઓને વધુ સારી સારવાર સુવિધા મળતી થશે.
શ્રીમતી મનુબેન ઢેબર સેનેટોરિયમ હાલ જર્જરિત સ્થિતીમાં અને વપરાશ વિના બિનઉપયોગી હાલતમાં હોઇ તેનો જનઆરોગ્ય સુવિધા વૃદ્ધિ માટે ઉપયોગ થાય તેવા સંવેદનાત્મક અભિગમથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર, GUDMના શ્રી લોચન શહેરા, મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી શ્રી કમલ શાહ, NRHMના એમ.ડી. સુશ્રી રેમ્યા મોહન, અગ્રણીઓ સર્વશ્રી નીતિન ભારદ્વાજ, માધાંતાસિંહ, ચેતનભાઇ રામાણી તેમજ રાજકોટ કલેકટર, મ્યુનિસિપલ કમિશનર વગેરે જોડાયા હતા