દેશની પ્રથમ એવી અમદાવાદની ઇનડસ યુનિવર્સિટીમાં રીયલ બોઇંગ એરક્રાફ્ટમાં ભણાવાય છે

Spread the love

દેશની પ્રથમ એવી અમદાવાદની ઇનડસ યુનિવર્સિટીમાં રીયલ બોઇંગ એરક્રાફ્ટમાં ભણાવાય છે. જો તમે ઍવિએશનમાં કરિયર બનાવવા માંગો છો તો તમારા માટે આ ઈન્સ્ટિટ્યૂટથી બેસ્ટ અન્ય કોઈ હોઈ ન શકે. કારણ કે આવા કરિયરમાં પ્રેક્ટિકલ નોલેજ અને ભણતર જરૂરી છે ત્યારે અહીં ખાસ આ બાબતો પર જ ભાર મૂકવામાં આવે છે. ધોરણ 12નાં પરિણામો બાદ ઘણા બધા વિદ્યાર્થીઓ તથા વાલીઓ સ્પર્ધાના આ યુગમાં બાળકોને એવું ભણાવવા માંગે છે જેથી તેનું ભવિષ્ય સુધરી જાય. એવામાં અમદાવાદમાં જ એક એવી ઇન્સ્ટિટ્યૂટ આવેલ છે જેમની પાસે બોઈંગ 737 છે બાળકોને પ્રશિક્ષણ આપવા માટે. એવામાં એવિએશનના મુખ્ય ત્રણ કોર્સ તથા Indus Institute of Aviation Technology and Engineering વિશે તમામ માહિતી છે.

એવીએશનના મુખ્ય ત્રણ કોર્સમાં એરક્રાફ્ટ મેન્ટનન્સ એન્જિનિયરિંગ (AME) , એરક્રાફટ મેઈનટનન્સ એન્જિનિયરિંગ વિથ બીએસસી હોનર્સ, એવીએશન હોસ્પિટાલીટી એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે.

ઈનડસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એવીએશન ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગ અમદાવાદમાં રાંચરડા ખાતે વેસ્ટર્ન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ એરોનોટિક્સ (WIIA) માં ટ્રેનિંગ માટે ઇન્સ્ટિટ્યૂટની અંદર અલગ અલગ લેબમાં લેન્ડિંગ ગિયર, એન્જિન, નાના મોટા પ્લેનથી લઈને ફાઇટર જેટ સુધી દરેક એરક્રાફ્ટને મેઇનટેન કેવી રીતે કરવા તેનો અભ્યાસ શીખવવામાં આવે છે. આ લાયસન્સ કોર્સ છે જે ડાયરેક્ટોરેટ જનરલ સિવિલ એવીએશન (DGCA) એ એપ્રૂવ કરેલ છે. આ કોર્સ કર્યા પછી જે લાયસન્સ મળે તે ઈન્ટરનેશનલ સીવીલ એવીએશન ઓર્ગેનાઈઝેશન (ICAO) ની ૯૩ દેશોમાં માન્યતા છે. આ કોર્સમાં પ્લેન લેન્ડ થયાં પછી ટેક ઓફ કરવા માટે પ્લેનને “ફીટ ટુ ફ્લાય” સર્ટિફિકેટ જોઈએ. આ સર્ટિ હોય તો જ પાઇલોટ પ્લેનનું ટેક ઓફ કરાવી શકે છે. પ્લેનને પૂરું ચેક કર્યા બાદ જ AME આ સર્ટિફિકેટ આપે છે. આ સર્ટિફિકેટ જોઈને પાયલટને જાણ થઇ જાય છે કે આ પ્લેનના કોમ્યોનન્ટમાં કોઈપણ ખરાબી નથી. આ કોર્સમાં એક હજાર કલાક ટ્રેનિંગ આપવામાં આવે છે જેમાં ૭૦૦ કલાક ઈનસાઇડ ઇન્સ્ટિટ્યૂટમા અલગ અલગ સાધનો, લેબર કોમ્યોનન્ટ વગેરે શીખાવાય છે અને બાકીના ત્રણસો કલાકની બહાર પ્રેકટીકલની ટ્રેનિંગ આપવામાં આવે છે. રિયલ ટેક ઓફ લેન્ડ જેવી એરક્રાફ્ટમાં ટ્રેનિંગ મળે છે.B ૧.૧ માં એરોપ્લેન ટરબાઈનમાં એન્જિનને લગતી- વળગતી વસ્તુઓ શીખવાડાય છે.અને B.૨ માં એવીઓનીક્સ ગ્રુપમાં ઇલેક્ટ્રોનિક ઇન્સટ્રુમેન્ટ અને રેડિયો નેવીએશન વિશે માહિતી આપવામાં આવે છે. આ કોર્સની યોગ્યતા (10+2) ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ (PCM ગ્રુપ) BE અથવા B.Tech ( કોઈપણ સ્ટ્રીમ) ત્રણ વર્ષ (૬ સેમેસ્ટર) ડિપ્લોમા આ ચારમાંથી એરોનોટિકલ , મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, અને ઇલેક્ટ્રોનિકસ ઇંજનીયરિંગ કર્યું હોય તે વિદ્યાર્થીઓ કોર્સ કરી શકે છે. ઉપરાંત, ફીઝીક્લ ફીટ અને વિઝન પ્રોબ્લેમ ના હોવો જોઇએ. એટલે કે કલર બ્લાઈન્ડનેસ કે નાઈટ બ્લાઈન્ડનેસ આમાં ત્રણ વર્ષ (૬ સેમેસ્ટર) નું ડ્યુંરેશન છે. આ કોર્સ કર્યા પછી બે વર્ષની ઇન્ટરશીપ ટ્રેનિંગ પ્રોગ્રામ હોય જેમાં જુનિયર ટેકનીશિયન કે એસોસિયેશન ટેકનીશિયન તરીકે કામ કર્યા પછી DGCA AME નું લાયસન્સ આપે છે. WIIA માં કોર્ષની ફી ત્રણ વર્ષ (૬ સેમેસ્ટર) માટે ૫.૭૫ લાખ ફી છે. જેમાં યુનિફોર્મ સહિત સેફ્ટી ગિયર અને તમામ જરરિયાતોનો સમાવેશ થાય છે. આ લાયસન્સ મળ્યાં બાદ માસિક પગાર ૨૫૦૦૦ થી પાંચ લાખ સુધી નેશનલ લેવલે મળતો હોય છે. જો ગ્રેજ્યુએટ ઇન્ટરનેશનલ લેવલ પર જાય તો માસિક છ લાખ રૂપિયા સુધીનો પગાર મળી શકે છે. આ પગાર સીનીયારિટી અનુભવ અને એરક્રાફટ લાયસન્સ કલીયર કર્યા હોય તેના પર આધારિત છે. એરક્રાફટ મેન્ટનન્સ એન્જીનીયરીંગ વિથ બીએસસી હોનર્સ કોર્સમાં આ ડિગ્રી મેળવવાથી સરકારી નોકરીઓ પણ મળી શકે છે.DGCA નાં માન્ય રાખેલ જેમાં AME + UGC એપ્રૂવ્ડ B.S.C હોનર્સ મળે છે. આમાં રોજગારીની તકોમાં દરેક શિડયુલ અને નોન શિડયુલ એરલાઇન્સ મેન્ટનન્સ રિપેર એન્ડ ઓવરહોલ ઓર્ગેનાઈઝશન (MRO) , ફ્લાઇંગ ઇન્સ્ટિટ્યુટ્સ, ચાર્ટર સર્વિસીસ, ટેક પબ્લીકેશન, કાર્ગો એન્ડ એર ટેકસી સર્વીસીસ, વેરિયર્સ સરકારી સેકટર, હાયર એજ્યુકેશન એબ્રોડનો DGCA નો સમાવેશ થાય છે. આ કોર્સની યોગ્યતા AME ની સમકક્ષ જ છે. જેમાં ત્રણ વર્ષ (૬ સેમેસ્ટર) ની ફી ૬.૯૫ લાખ છે. એવીએશન હોસ્પિટાલીટી એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટનો ત્રીજો કોર્સ છ મહિનાનો છે જે WIIA થી થઈ શકે છે. જેમાં એરપોર્ટને લગતાં કામોમાં જેવી કે કેબિન કૂ રેમ્ય ઓફિસર, કાર્ગો હેન્ડલિંગ સ્ટાફ, એરપોર્ટ ટર્મિનલ એક્ઝિક્યુટિવ, કસ્ટમર સર્વિસ પર્સનલ, ગેસ્ટ સર્વિસ સુપરવાઈઝર, ફ્રન્ટ ઑફિસ અસિસ્ટન્સ, ગેસ્ટ રીલેશનશીપ એકઝિક્યુટીવ, ટ્રાવેલ ડેસ્ક એક્ઝિક્યુટિવ, ફૂડ એન્ડ બેવરઝી એક્ઝિકયુટિવ, આઇટનરી પ્લાનર એન્ડ રિઝર્વેશન, ફેરસ રિકિટીગ એક્ઝિ્યુટિવ, રોજગારીની તકો મળે છે. આ કોર્સ ૧૭ થી ૨૬ વર્ષ સુધીના વિદ્યાર્થીઓ કરી શકે છે જેમાં યોગ્યતા (10+2) કોઈપણ સ્ટ્રીમ ( માન્ય બોર્ડ) હોવું જરૂરી છે. દેખાવમાં પ્લેઝિંગ પર્સનાલિટી હોવી જરૂરી અને ઇંગ્લિશ- હિન્દી ભાષા આવડતી હોવી જોઈએ. આ કોર્ષના એડમિશન માટે ઇન્ટરવ્યૂ અને એટિટયુડ ટેસ્ટ જરૂરી છે જેની છ મહિનાની ફી ૧.૬૦ લાખ છે.સ્કીલ પ્રમાણે શરૂઆત ૨૦ થી ૫૦ હજાર રૂપિયા માસિક પગારથી થાય છે.

વેસ્ટર્ન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ એરોનોટિક્સ (WIIA) નાં ડાયરેકટર રાધિકા ભંડારીએ  જણાવ્યું હતુ કે હજારો કિલોમીટર દુર વિદેશમાં લોકોને અને માલસામાનને ટ્રાન્સપોર્ટ કરવા માટેનો સૌથી ઝડપી રસ્તો હવાઈમાર્ગ છે. કોઈપણ દેશના આર્થિક વિકાસ માટે હવાઈ પરિવહન ખૂબ જ અગત્યનું છે. ભારતનું સીવીલ એવીએશન માર્કેટ વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું છે. ભવિષ્યમાં જ્યારે દેશના જીડીપીની વૃદ્ધિ ખૂબ ઝડપથી થવાના અનુમાન છે ત્યારે એવીએશન ઇન્ડસ્ટ્રીઝનું મહત્વ ખુબ વધી જાય છે. એવીએશન ઇન્ડસ્ટ્રીમાં ગ્રાઉન્ડ સ્ટાફથી લઈને કેબિન ક્રું, એરક્રાફટ મેન્ટનન્સ એનજીનિયરિંગ સુધીની તમામ જગ્યાએ કર્મચારીઓની જરૂર પડે છે. આ ઇન્ડસ્ટ્રીમાં તમારે ઘણી પોસ્ટ માટે સ્પેશિયલાઈઝ ટ્રેનિંગ લેવાની જરૂર પડે છે.WIIA ભારતમાં એક એવી સંસ્થા છે જેના કેમ્પસમાં બોઇંગ ૭૩૭- ૨૦૦ એરોપ્લેન ઉપલબ્ધ છે.જો વિદ્યાર્થીઓએ સારું કેરિયર બનાવવું હોય તો એવીએશન ઇન્ડસ્ટ્રી એક અદભુત કરિયર  ઓપ્શન બની શકે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com