અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર કિરીટ પરમાર સહિત કોંગ્રેસના ધારાસભ્યો હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમાર હાજર રહ્યા હતા.
દેશભરમાં ઓટોમોબાઇલ ઉદ્યોગમાં ટુ વ્હીલર સ્કૂટર અને બાઇક ના વેચાણમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પેટ્રોલની કિંમત લિટરે સો રૂપિયા ની નજીક પહોંચી ગઈ છે ત્યારે ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇક સસ્તા પડે અને પ્રદુષણ ના થાય તે હેતુ થી નવા શો રૂમ ખૂલી રહ્યા છે ત્યારે અમદાવાદ પૂર્વ ના વિસ્તારમાં ગઇકાલે રવિવારે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્રય દિવસે બાપુનગર વિસ્તારમાં ઇલેક્ટ્રિક સ્કૂટર નો નવો શો રૂમ ખોલવામાં આવ્યો છે. બ્લિકસ કંપનીના એકતા ઓટોમોબાઇલ્સના શો રૂમ ની ફ્રેંચાઇઝી હેઠળ બાપુનગર પોલીસ સ્ટેશન ચારરસ્તા નજીક શ્રી ગણેશ ફાયનાન્સ એન્ડ કન્સલ્ટન્સી ના ઇલેક્ટ્રિક સ્કૂટર ના નવા શો રૂમ નું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અમિત ચાવડા ના હસ્તે રીબીન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર કિરીટ પરમાર હાજર રહ્યા હતા અને મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ મેયર અને કૉંગ્રેસના બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ સહિત ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી લીડર અને દાણીલીમડા વિસ્તારના કૉંગ્રેસ ના ધારાસભ્ય શૈલેષ પરમારે હાજરી આપી હતી.
શ્રી ગણેશ ફાયનાન્સ એન્ડ કન્સલ્ટન્સી ના નવા શો રૂમ ના માલિક મોહનસિંહ રાજપૂત અને યોગેન્દ્ર રાવતે માનવમિત્ર સાંધ્ય દૈનિક અખબારને જણાવ્યું હતું કે અમદાવાદમાં પેટ્રોલના અસહ્ય ભાવવધારાને જોતા ઈલેક્ટ્રોનિક બાઇક ની ડીલરશીપ લેવાનો વિચાર આવતાં અમોએ લેવાનું નક્કી કર્યું હતું.આ ઈલેક્ટ્રોનિક સ્કૂટરમાં કુલ સાત મોડલ છે.જેમાં બે બાઈકનો સમાવેશ થાય છે. ઈલેક્ટ્રીસિટીથી બેટરી ચાર્જ થાય છે.પ્રતિ લિટરે 50 કિલોમીટરની એવરેજ આપે છે.આવનારા ભવિષ્યમાં કંપની તરફથી નવા નવા મોડલો આવતાં રહેશે . મધ્યમવર્ગ ને પોસાય તેવા બજેટ માં આ ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇક મળી રહ્યા છે.અને સરકારના નિયમ પ્રમાણે સબસિડી આપીશું ઉપરાંત ડિસ્કાઉન્ટ સ્કીમોથી પણ ગ્રાહકને બને તેટલું સસ્તું મળી રહે તેવો અમારો પ્રયાસ રહેશે.એટલે ભવિષ્યમાં સારું વેચાણ કરી શકીશું એવી અમોને આશા છે એક્ટિવા અને એક્સેસ જેવા ટુ વ્હીલર ની સરખામણીમાં આ ઇલેક્ટ્રિક સ્કૂટર ની કિંમત લગભગ સરખી છે.આ ઇલેક્ટ્રિક સ્કૂટર થી પેટ્રોલનો ખર્ચ નહિ થાય અને પ્રદુષણ નહિ થાય આમ ગ્રાહકોને ફાયદો જ થશે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે કોંગ્રેસના નેતા નીશીત વ્યાસ,હિમાંશુ પટેલ,કોંગ્રેસના કોર્પોરેટર નીરવ બક્ષી, શાહનવાઝખાન, સહિત યોગેશ ભાવસાર, સંજય રાજપૂત, અમિત નાયક, લક્ષ્મણસિંહ રાજપૂત, અનિલ કથોટીયા તેમજ અન્ય કાર્યકર્તાઓ અને એકતા ઓટોમોબાઇલ્સ ના માલિક દિનેશભાઈ પટેલ હાજર રહ્યા હતા.