તા.૦૬/૦૮/૨૦૨૧ના રોજ માન.મુખ્યમંત્રીશ્રી,ગુજરાતના વરદ હસ્તે “અનુબંધમ” નામનું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. શ્રમ અને રોજગાર વિભાગ,ગુજરાત સંચાલિત નિયામકશ્રી રોજગાર અને તાલીમની કચેરી દ્વારા આ પોર્ટલનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
જેમાં રાજ્યના તથા ગાંધીનગર જીલ્લાના તમામ ઉમેદવારો તથા નોકરીદાતાઓએ પોતાનું રજીસ્ટ્રેશન આ પોર્ટલમાં કરાવવાનું હોય છે જેમાં નોકરીદાતા અને રોજગારવાન્છું યુવાઓને એકસાથે જોડવા માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ ઉભી કરવામાં આવી છે. રોજગારવાન્છું તથા નોકરીદાતાઓ આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન પોતાની જાતે પણ કરી શકે છે અને એક મોબાઈલ એપ પરથી જાતેજ તેનું સંચાલન કરી શકે છે જેમાં કઈ કંપનીઓમાં વેકેન્સી છે તથા ક્યારે ભરતીમેળા યોજાશે તથા તેમાં કેવી રીતે ભાગ લઇ શકાય અને રોજગાર ભરતીમેળામાં જોડાવવા માટેનો એન્ટ્રી પાસ પણ આ પોર્ટલના માધ્યમથી મેળવી શકશે. આથી અનુબંધમ પોર્ટલ anubandham.gujarat.gov.in પર જીલ્લાના તમામ ઉમેદવારોને અને નોકરીદાતાઓને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા જણાવવામાં આવે છે.વધુ માહિતી માટે રોજગાર હેલ્પલાઇન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર ફોન કરવા માટે રોજગાર અધિકારીશ્રી, ગાંધીનગરે જણાવ્યું છે.