દરોડા પહેલા ઇન્કમટેકસની ગાડી પલટી જતાં ૧૨ને ઇજા : અમદાવાદ ખસેડાયા
સૌરાષ્ટ્ર્રનું સૌથી મોટું આઈ ટીનું ઓપરેશન આજે રાજકોટના બે બિલ્ડર ગ્રુપ પર વહેલી સવારથી શ થયું છે આ દરમિયાન ઇન્કમટેકસના દરોડા માટે અમદાવાદથી ટીમને બોલાવવામાં આવી હતી. જે રાજકોટ આવી રહી હતી ત્યારે સુરેન્દ્રનગરના સોમાસર પાસે ગાડીના ચાલકને ઝોકુ આવી જતા પરનો કાબુ ગુમાવ્યો હતો અને ધડાકાભેર ઝાડ સાથે અથડાતા ગાડીમાં બેઠેલા છ મહિલા કર્મીઓ સાથે ૧૨ ને ઈજા થતાં સૌપ્રથમ સુરેન્દ્રનગર ખાતે સારવાર આપ્યા બાદ તેમને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના સોમાસર ગામ પાસે આજે વહેલી સવારે આશરે સાડા ચાર વાગ્યાના અરસામાં અમદાવાદ થી રાજકોટ ઈન્કમટેકસના દરોડા પાડવા જતી આખી ટીમને અકસ્માત નડો છે ત્યારે વહેલી સવારે અમદાવાદથી રાજકોટ તરફ ફોર્સ કંપનીની ટ્રાવેલર ગાડી લઈ અને તપાસ કામગીરી માટે ઇન્કમટેકસની ટીમ રાજકોટ તરફ જઈ રહી હતી તે સમયે સોમાસર ગામ પાસે વહેલી સવારે ડ્રાઈવરને ઝોકુ આવી જતા ગાડી ધડાકાભેર ઝાડ સાથે અથડાઇ છે.
ત્યારે આ ગાડી અથડાતાં ની સાથે જ ઇન્કમટેકસ અધિકારીઓને ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે તમામને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની મેડીકલ કોલેજ ખાતે લાવવામાં આવ્યા છે અને તેમની હાલત હાલમાં ગંભીર હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તમામે તમામ ની સારવાર તાત્કાલીક પણ શ કરાવી દેવામાં આવી છે ત્યારે ઉલ્લેખનીય છે કે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ને જાણકારી થતા તાત્કાલિક ધોરણે જોરાવરનગર પોલીસ મથકના પી.એસ.આઇ પોતાની ટીમ સાથે સોમાસર ગામે દોડી ગયા હતા અને જે સ્થળે આ અકસ્માત સર્જાયો હતો જે ગાડીમાં તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં ચાર ઇન્સ્પેકટર અને ૬ પોલીસ સ્ટાફ સહિત ૧૨ને ઇજા ઇન્કમટેકસ ની ગાડીને અકસ્માત નડતાં તેમાં ચાર ઇન્સ્પેકટર અને ૬ પોલીસ કર્મીઓ સહિત ૧૨ ને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે જેમાં રાજકુમાર ગુા અમિત ભાઈ ગુા ઓજસ પરીખ રોહિત ઠક્કર ઉમાશંકર પ્રશાદ પ્રકાશ ઠક્કર સાથે રહેલી મહિલા પોલીસ સ્ટાફ ને ઇજા પહોંચી છે જેમાં ડોડીયા સેજલ બેન,શ્રદ્ધા નાગરભાઈ, કોમલબેન ધનજી ભાઈ, કાજલ બેન વાલા ભાઈ અને ચાલક તેમજ કલીનરને પણ ઇજા થઇ છે.