રાજપીપળા ખાતે રૂપિયા ૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા અને સત્ર ન્યાયાધિશ કક્ષાના કોર્ટ બિલ્ડીંગનુ ટૂક સમયમા લોકાર્પણ કરાશે: કાયદા મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

Spread the love

કાયદા રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે રાજયના નાગરિકોને ઘર આંગણેજ સરળતાથી અને સસ્તો ન્યાય મળી રહે માટે રાજય સરકાર કટિબધ્ધ છે.આ માટે રાજયના મોટાભાગના જિલ્લાઓમાં કોર્ટોના પોતાના ભવનોઉપલબ્ધ કરાવવામાં આવેલ છે જેના ભાગરૂપે રાજપીપળા ખાતે રૂપિયા ૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા અને સત્ર ન્યાયાધિશ કક્ષાના કોર્ટ બિલ્ડીંગનુ ટૂંક સમયમા લોકાર્પણ કરાશે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કેરાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને કાયદામંત્રીશ્રી ભુપેન્દ્રસિહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ રાજયમા નવીન કોર્ટો અને આનુષાંગિક સુવિધાઓનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે.આ માટે કાયદા વિભાગને ભૂતકાળમાં ક્યારેય ન આપી હોય એવી બજેટ જોગવાઈઓ પણ કરાઈ છે.
તેમણે ઉમેર્યુ કે, રાજ્યના ન્યાયતંત્રમાં પૂરતી માળખાગત સુવીધાઓ ઉપલબ્ધ થાય તેમજ રાજ્યના દરેક જિલ્લા અને તાલુકા કક્ષાએ આધુનિક સુવિધાઓથી સુસજ્જ એવા કોર્ટ બિલ્ડિંગ છેવાડાના નાગરિક અને પક્ષકારના લાભાર્થે નિર્મિત થાય તે માટે સન્નિષ્ઠ પરીણામલક્ષી પ્રયાસોના ફલસ્વરૂપ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે ગુજરાત સરકાર દ્વારા અંદાજે રૂપીયા ૩૨ કરોડના ખર્ચે જિલ્લા અને સત્ર ન્યાયાધિશ કક્ષાના કોર્ટ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

તેમણે ઉમેર્યુ કે, રાજપીપળા ખાતે નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગમાં જિલ્લા અને સત્ર ન્યાયાધિશ કક્ષા તથા તાબાની કોર્ટો કાર્યરત થવાથી સમાજના બહોળા વર્ગને ફાયદો થશે.આ નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગમાં મોકળાશભર્યા કોર્ટ રૂમો, અધિકારીશ્રીઓ માટેની ચેમ્બર, જજીસ લાયબ્રેરી, કોમ્પ્યૂટર રૂમ, એ.પી.પી. ઓફીસ, કોર્ટની વિવિધ શાખાઓ માટે ઓફીસ રૂમ, ન્યાયાધિશશ્રીઓ માટે કોન્ફ રન્સ રૂમ, ઈન્ક્વાાયરી રૂમ, એડવોકેટ લાયબ્રેરી, મુદ્દામાલ રૂમ, રેકર્ડ રૂમ, જેન્ટ્સજ તથા લેડીઝ એડવોકેટ બાર રૂમ, જેન્ટ્સક તથા લેડીઝ વિટનેસ રૂમ, ફાયર સેફ્ટી સીસ્ટમ, જનરેટર, સી.સી. રોડ, પાર્કીંગ વ્યવસ્થા, વિગેરે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે જેના કારણે ન્યાયિક પ્રક્રિયા વેગવંતી બનશે અને એકંદરે તેનો લાભ ન્યાયિક વ્યવસ્થા પ્રણાલીના છેવાડાના લાભાર્થી એવા પક્ષકારોને મળશે.
નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગમાં કેન્ટીતન, પોસ્ટ ઓફીસ, બેન્કથ વિગેરે સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે જેના લાભ કોર્ટ બિલ્ડિંગની મુલાકાતે આવતા પક્ષકારોને મળશે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કહ્યુ કે, આ નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગ કરજણ કોલોની કેમ્પસ, રાજપીપળા ખાતે રાજપીપળાથી કેવડીયા તરફ જતા રસ્તે હોઈ રાજપીપળા શહેર ઉપરાંત આજુબાજુના તાલુકા જેવાકે, તિલકવાડા, ગરૂડેશ્વર, ડેડીયાપાડા, સાગબારા વગેરે ગામોથી ન્યાયિક પ્રક્રિયામાં ભાગ લેવા અર્થે આવનાર પક્ષકારોને અવર જવર અર્થે સુવિધા રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ નવનિર્મિત કોર્ટ બિલ્ડીંગની આજુબાજુ જિલ્લા કક્ષાની મુખ્ય કચેરીઓ જેવી કે, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી, ડી.એસ.પી. કચેરી તથા અન્ય સરકારી કચેરીઓ આવેલ હોઈ કોર્ટ તથા સરકારી કામકાજ અર્થે આવતા રાજપીપળા તથા તેના આસપાસના તાલુકા અને તાલુકાના ગામના પક્ષકારોને કામગીરી પૂર્ણ કરવામાં સરળતા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com