બહાર ખાવાના શોખીન અમદાવાદીયો માટે આંખ ખોલે તેવા અનેક કિસ્સા 

Spread the love

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા બે માસમાં ખાદ્યપદાર્થોના લેવાયેલા કુલ ૩૩૬ નમુનામાંથી ૧૫ મિસબ્રાંડેડ, ૧૬ સબસ્ટાર્ડર્ડ અને ૩ નમુના અનસેફ  મળીને ૩૪  ખાદ્યપદાર્થોના  નમુના અપ્રમાણિત જાહેર થયા છે. નરોડા ગામમાં જુની પાણીની ટાંકીની બાજુમાં આવેલ મહારાજ ભજિયા હાઉસનું બેસન, નરોડા ફ્રૂટ માર્કેટની સામે મહેન્દ્રકુંભારની ચાલીમાં મહાલક્ષ્મી સુગર કેન્ડી વર્કસની સાકર અને કાલુપુર માવા બજારમાં મધુર માવા સેન્ટરનો માવો અનસેફ પુરવાર થયો છે. જનઆરોગ્ય સાથે ચેડાને લગતા આ કેસમાં  મ્યુનિ.તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

શહેરમાં ખાદ્યપદાર્થોની ચકાસણી અને તેના નમુના લેવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે.  ખાદ્યપદાર્થોમાંથી વંદા, મકોળા નિકળવા ઉપરાંત ફૂડપોઇઝનિંગના વારંવાર બનાવો સામે આવી રહ્યા છે. જેને લઇને મામલાની ગંભીરતા વધી રહી છે.  છેલ્લા અઠવાડિયા દરમિયાન મ્યુનિ.તંત્રના હેલ્થ વિભાગ દ્વારા  ખાદ્યપદાર્થોના કુલ ૧૧૯ એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાંથી શંકાસ્પદ લાગતા કુલ ૪૦ ખાદ્યપદાર્થોના નમુના લેવામાં આવ્યા હતા. જે તમામના પરિણામ બાકી છે.

તપાસ દરમિયાન ૨૭૫ કિલો ખાદ્યપદાર્થનો જથ્થો બિનઆરોગ્યપ્રદ જણાઇ આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ મામલે ૩૫ એકમોને નોટિસ ફટકારીને ૨૪ હજારનો દંડ ફટકારાયો હતો.હોટલ-રેસ્ટોરન્ટોના રસોડા ગ્રાહકો ચેક કરી શકશે તેવા નવા નિયમનું પાલન કરવાવા માટે પણ મ્યુનિ.તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઇ છે. જેમાં આજે શનિવારે સતત બીજા દિવસે કુલ ૮૦ એકમોમાં સ્થળ તપાસ કરાઇ હતી. હોટલ-રેસ્ટોરન્ટોના રસોડા ગ્રાહકો જોઇ શકે તેવી વ્યવસ્થા ન હોય તેવી ૨૦ હોટલો મળી આવી હતી. જેને પારદર્શક રસોડા બનાવવા સખત તાકિદ કરવામાં આવી હતી. બે એકમોમાંથી રસોડાની બહાર લાગેલા નો એડમિશન સહિતના બોર્ડ ઉતારાવાયા હતા.

મિસબ્રાંડેડ સાબિત થયેલા કુલ ૧૫ એકમો સામે કાર્યવાહી કરવામાં આવનાર છે. જેમાં શાહઆલમ દરવાજા પાસે નવજીવન બેકરી, નારણપુરા પલિયડનગર ક્રોસ રોડ પર આવેલ  જય અંબે ગૃહ ઉદ્યોગ, વેજલપુર મકરબા ત્રણ રસ્તા મોના ગૃહ ઉદ્યોગ, ઘોડાસર હરિઓમ કોમ્પ્લેક્ષ મહાલક્ષ્મી બેકરી, વટવા આંખની હોસ્પિટલ પાસે પ્રાર્થના બેકરી, જૂના માધુપુરા વિન્ડોવ એન્ટરપ્રાઇઝ, સ રખેજ હાઇવે અંબર ટાવર પાસે પેરીસ બેકરી, નરોડા-દહેગામ રોડ ભેરૂનાથ ચવાણા એન્ડ સ્વીટ માર્ટ, પીરાણા રોડ કેલિકો મીલની સામે નોબલ ટ્રેડર્સ, ચાંદખેડા આઇઓસી રોડ ન્યુ જય અંબે ચવાણા ભંડાર, મણિનગર દક્ષિણીરોડ ભવાની ગૃહ ઉદ્યોગ, નારોલમાં એ-વન ફુડ્સ, નિકોલ-નરોડા રોડ પંચશીલ કોમ્પ્લેક્ષમાં રીટાબહેન ખાખરાવાલા, વસ્ત્રાલમાં નિરાંત ચોકડી શ્રી ભૈરવનાથ ચવાણા ભંડાર અને નવા બાપુનગરમાં ઇન્દિરા ગરીબ નગરમાં એસ.એસ.ગૃહ ઉદ્યોગ સહિતના કુલ ૧૬ એકમોના વિવિધ ખાદ્યપદાર્થોના નમુના મિસબ્રાંડેડ જાહેર થયા છે. ખાદ્યપદાર્થોમાં વપરાતા ઘટકોની પણ સંપૂર્ણ વિગતો ગ્રાહકોને મળી રહે તેવી રીતે નોટિસ બોર્ડ પર તેનો ઉલ્લેખ કરવાની પણ સુચના આપવામાં આવી છે.

દરિયાપુર જે.પી.હાઇસ્કૂલ કંપાઉન્ડ એમ.એમ.એન્ટરપ્રાઇઝ, બોડકદેવ મોહિની કોમ્પ્લેક્ષ ન્યુ બિનહરીફ દાબેલી એન્ડ ફાસ્ટફૂડ, અસલાલી હાઇવે સાગર રેસ્ટોરન્ટ, રામોલ શ્રી મેલડી ડેરી એન્ડ પાર્લર, ન્યુ નરોડા ઓએકે ડેલ એવન્યું ક્રિષ્ણા કિરાણા સ્ટોર્સ, સરસપુર શાચીલા હોસ્પિટલની પાછળ શિવશક્તિ કિરાણા સ્ટોર્સ અને જય શ્રી મહાલક્ષ્મી કિરાણા સ્ટોર્સ, ઠક્કરનગર રોડ બદ્રીનારાયણ સોસાયટી મહાકાળી કિરાણા સ્ટોર્સ, ચાંદખેડા અંબિકા દાળવડા એન્ડ ખમણ હાઉસ,મોટેરા વિસત સર્કલ પાસે ગાંઠિયા રથ, બાપુનગર ભોલેશ્વર ઇન્ડ.એસ્ટેટ કલાસીક વેજીટેબલ ચટણી બનાવવાનું કારખાનું, નરોડા ગેલેક્સી સિનેમા પાસે જ્યુબીલન્ટ ફૂડ વર્કસ,  ભાઇપુરા શ્રી ભોલેનાથ ફરસાણ હાઉસ, ચાંદખેડા આઇઓસી રોડ મિલન ચવાણા એન્ડ સ્વિટ માર્ટ અને નવા બાપુનગરમાં ઇન્દિરા ગરીબનગરમાં આવેલ એસ.એસ.ગૃહ ઉદ્યોગ સહતિના તમામ ૧૬ એકમોના વિવિધ ખાદ્યપદાર્થોના લેવાયેલા નમુના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com