ગુજરાતમાં ૨૩ વર્ષથી એકહથથું શાસન ભાજપનું ચાલી રહ્યું છે ત્યારે ૨૩ વર્ષથી ભાજપને લાવતી પ્રજાએ અનેક કામોનો વિકાસ જાેયો છે ત્યારે આ વિકાસનું કામ પણ ૨૩વર્ષમા ગામડાંથી લઇને શહેરોનો પૂરપાટ વેગે વિકાસ થયો છે ત્યારે નો રીપીટ થીયરી બાદ નવા મંત્રીમંડળની રચના થઈ છે ત્યારે નવા મંત્રીમંડળનાં મંત્રીઓ પણ સિનિયર કરતાં પણ ગાજે તેવા છે અને અનેક વિકાસના કામો સાથે ર્નિણયો લઈ રહ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા વરાયેલા મંત્રીઓમાં હજજારો ટેકેદારો સચિવાલયમાં મળવા આવે છે. એક સમયે જ્યાં કાગડા ઉડતા હતા,અત્યારે પબ્લિકથી સચિવાલય ભરાઇ ગયું છે.
સચિવાલયમાં ભારેખમ ભીડ પાસ કઢાવવા ઉભી છે જે તસવીરમાં જાેઈ શકાય છે. અગાઉ જે અરજદારો મળવા આવતા હતા તેમાં સૌથી વધારે નીતિન પટેલ (ડેપ્યુટી મુખ્યમંત્રી) ને ત્યાં ખૂબ જ પબ્લિક આવતી હતી. અને ટેમ્પો જામેલો રહેતો હતો. ત્યારે સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે તો મંત્રીઓ પણ હાજર રહેતાં ન હતા, ત્યારે નવા મંત્રીઓ ૫ દિવસ હવે સચિવાલયમાં ફરજિયાત મળશે. ત્યારે અનેક અરજદારો અગાઉ ધક્કા ધરમનાં પડ્તા હતાં તે નહિ પડે,ત્યારે આજે સચિવાલય ખાતે મંત્રીઓને પાસ કઢાવવા જે ભીડ જાેવાઈ રહી છે તે અગાઉ નવી શાસન ભાજપનું આવ્યું હતું તેવી ભીડ છે