ગુજરાતનું કહેવાતું GJ-18 પાટનગરમાં ૧૦ વર્ષથી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પ્રચારમાં જાેવા મળતાં હોય છે. ત્યારે હવે મહાનગરપાલિકાની ચુંટણીમાં આપ પાર્ટીનો ટેમ્પો જામ્યો હોય તેમ રોડ, રસ્તા, સર્કલો ઉપર સાંજે તેજાબી પ્રચારનીGJ-18 ની પ્રજામાં પણ આ પહેલીવાર જાેઈ રહી હશે ત્યારે ત્યારે ભાજપ દ્વારા પ્રચારમાં મોટાં ઝંડાઓથી લઈને હાઇટેક પ્રચાર જે કરવામા આવે છે તેનાથી થોડા હટકે યુવાનોએ રોડ, રસ્તા પર જ્યારે ટ્રાફિક બંધ થાય એટલે પ્રચાર શરૂ અને ટ્રાફિક ખૂલે એટલે હટી જવાનું,ત્યારે સાંજના સમયે આપ દ્વારા કરવામાં આવી રહેલા પ્રચારથી નગરજનોનું ધ્યાન ખેંચાઇ રહ્યું છે. આપ પાર્ટી દ્વારા ગુજરાતમાંથી તમામ કાર્યકરોને GJ-18 ખાતે પહોંચવાનું આહવાન કરવામાં આવ્યું છે,ત્યારે સૂરત ખાતે જે નગરસેવકો આપના ચૂંટાયા છે તે તમામને અહીંયા મેદાનમાં ઉતારવા કવાયત તેજ કરી દીધી છે ત્યારે GJ-18 ખાતે ત્રીપાંખીઓ જંગ હવે મજબૂતાઈથી મજબૂત થતો જાય છે.ત્યારે બિલ્લીપગે અને કાચબાની ગતિએ ધીરેધીરે જે પ્રચાર આરંભ્યો છે તે જાેતાં આવનારા દિવસોમાં પ્રચારમાં નવા સમીકરણો, નવી ક્ષતિજાે જાેવામાં આવશે.GJ-18 ખાતે અત્યાર સુધી ભાજપ, કોંગ્રેસ અને અપક્ષો ચુંટણી લડતાં હતા. હવે, અહીંયા ભાજપ, કોંગ્રેસ, આપ, બહુજનપાર્ટી પણ મેદાનમાં ઉતારતા હાલ ત્રીપાંખીઓ જંગ જામ્યો છે.