અમદાવાદમાં વધુ એક વખત ઈન્કમટેક્સ વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. શહેરના બે નામાંકિત મોટા બિલ્ડરો તેમજ બ્રોકરોને ત્યાં ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા.
આઈટી વિભાગની આ કાર્યવાહીથી બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે. મળતી માહિતી મુજબ, અમદાવાદમાં ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.શહેરના બે નામાંકિત બિલ્ડર ગ્રુપને ત્યાં IT વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે. બી-સફલને ત્યાં આઇટી વિભાગ દ્વારા તવાઇ બોલાવવામાં આવી છે. નામાંકિત બિલ્ડર રાજેશ બ્રહ્મભટ્ટ અને સ્વાતિ ગ્રુપવાળા અશોક અગ્રવાલને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં છે. આ સિવાય નામાંકિત બ્રોકરને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.બન્ને મોટા બિલ્ડરો સાથે સંકળાયેલા બ્રોકરો પણ આઈટીના સકંજામાં છે. બન્ને બિલ્ડર સાથે સંકળાયેલા સિટી એસ્ટેટની ડ્રાઈવ ઈન રોડ પર આવેલી ઑફિસમાં પણ આઈટી વિભાગે તપાસ આદરી છે. સિટી એસ્ટેટના માલિક પ્રવિણ બાવડિયા છે. નોંધનીય છે કે, શહેરમાં કુલ 22 જગ્યાએ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં બે મોટા માથાઓ આઇટી વિભાગના ઝપેટે ચડ્યાં છે.
ઓપરેશનને પાર પાડવા રાજકોટ આયકર વિભાગના અધિકારીઓની ત્રણ ટીમો અમદાવાદ દોડી ગઇ છે. હાલ રાજેશ બ્રહ્મભટ્ટ, અશોક અગ્રવાલ અને કોઝી એસ્ટેટના પ્રવિણભાઇને ત્યાં સર્વેની કામગીરી ચાલી રહી છે.
આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ અમદાવાદ, સુરત સહિતના શહેરમાં પણ આઈટી વિભાગની ડીઆઈ વિંગ દ્વારા ઈન્કમટેક્સનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સુરતમાં હીરા ઉત્પાદન અને એક્સપોર્ટ કરતી પેઢીના 20 સ્થળો પર સર્વે કરાયો હતો.