થાય એ કરીલો, તોડી લો… મનપાને ઉઘરાણીમાં રસ,
GJ-18 ખાતે દશેરાના તહેવારની એક દિવસની વાર હોય ત્યાં દરેક રોડ, રસ્તા પર ફાફડા, જલેબીના દરેક જગ્યાએ માંડવાઓ રોપી દેવામાં આવ્યા છે, ત્યારે સરકારી જગ્યામાં મફતીયા બનેલા મફતલાલો મોંઘાદાટ ભાવે અને તગડી કમાણી કરવા તૈયાર બનીને બેસી ગયા છે. ત્યારે નીમ્ન કક્ષાની ચીજ-વસ્તુઓ વેચતા અને સ્વાદમાં કોઇ સોડમ નહીં, તથા ગુણવત્તાના નામે મીંડું હોય ત્યારે મોંઘાદાટ ફાફડા, જલેબી સરકારી જગ્યામાં મફતીયા ભાડાવગરની વેચવા મોટા માંડવા રોપી દીધા છે. ત્યારે તંત્ર મનપા દ્વારા કોઇ જ કાર્યવાહીકરવામાં આવેલ નથી,
શહેરમાં કોરોનાની મહામારીબાદ, ખાંસી, શરદી, તાવ, ડેન્ગ્યુ, ચીકનગુનીયા જેવા રોગોએ ભરડો લીધો છે. ત્યારે આરોગ્ય શાખાએ પણ સાવચેત રહીને વેપારીઓ જે ગુણવત્તા વગરની ચીજવસ્તુઓ વેચી રહ્યા છે, ત્યાં રેડ પાડવાની જરૂર હોવાનું લોકો જણાવે છે. જલેબી ફાફડામાં નિમ્ન કક્ષાની ચીજવસ્તુઓ ખાધા બાદ ખાંસી, તાવની બિમારીઓ માથું ઉંચકી રહી છે. ગળું પકડાઇ જવુંપણ આ રોગોનો મૂળ સ્ત્રોત છે, ત્યારે મનપા દ્વારા રોડ, રસ્તા પર જાહેરમાં બાંધી દીધેલા માંડવાઓ સામે કેમ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી, તથા જે ફૂડ ઇન્સ્પેક્ટર છે, તેની પણ જવાબદારી છે, કે રોડ, રસ્તા પર બાંધેલા માંડવાઓ ના સેમ્પલો લેવામાં આવે, ત્યારે મનપાની મનમાની કે હપ્તાખોરી? કે પછી વેપારીઓ સાથે શેટીંગ ડોટ કોમ?