GJ-18 ભાજપ ભાજપ મહાનગરપાલિકા ખાતે ૪૧ સીટો સાથે સ્પષ્ટ બહુમતી અને જે બુલડોઝર ફેરવ્યું છે ,તેમાં વોર્ડ નંબર -૭ મા જે.સી.બી.ના ડ્રાઇવર કહો કે ઓપરેટર એવા અંબુ સિંહ ગોલે પેનલ જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. વાવોલ – કોલવડા જેવા વિસ્તારોમાં તેમણે ખોલેલું કમલાપુર ચેરીટેબલ ટ્રસ્ટ આશીર્વાદ બન્યું છે.
કોરોનાની મહામારી માં જે સ્થિતિ સર્જાઇ હતી, ત્યારે પ્રેમલ સિંહ ગોલ ,અંબુજી ઞોલ દ્વારા જે ટિફિન સેવા ઘર સુધી પહોંચાડવાનો જે લક્ષ્ય હતો ,તે લક્ષ્ય નો ફાયદો ભાજપને જીતાડવા માં પણ મોટો રહ્યો છે. પ્રેમલ સિંહ ઞોલ હાલ વોર્ડ નંબર – ૭ ના નગર સેવક તરીકે ચૂંટાઈ ગયા છે, સાથે આખી પેનલ ભાજપની જીતીને આવી છે,તેમાં મોટો હરણ ફાળો હોય તો તેવા નાયક અંબુ સિંહ ગોલ છે, જેમણે ચૂંટણીમાં ૧૦ દિવસ ઉજાગરા સાથે તમામ પ્રચારમાં ધ્યાન રાખેલ હતું. તેમાં ખાસ કોરોનાની મહામારી માં જે દર્દીઓને ટિફિન સેવા, દવાખાના સુધી દાખલ કરવા સુધી જે સેવાઓ તેમના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ તે તમામ ડેટા નો લાભ ભાજપ તથા પ્રેમલ સિંહને પણ મળ્યો છે.
વોર્ડ નં. – ૭ ના નગર સેવક તરીકે પ્રેમલ સિંહ અને અંબુ સિંહ ગોલ રાજકારણી વ્યક્તિ નથી, અને રાજકારણ થી બને તેટલા દૂર રહેલા છે. હા ,સેવા કાર્ય અથવા કોઈ મદદરૂપ થવાનું હોય તો પહેલા આગળ આવી જાય, ત્યારે દરેક વ્યક્તિના જીવનમાં એક વળાંક આવે છે ,તે વળાંકમાં પ્રેમલ સિંહની રાજકારણમાં એન્ટ્રી થઇ, બાકી સરકારમાં ચૂંટાયેલા જે નગરસેવકો છે, તેની જે ગ્રાન્ટ આવે છે, તેના કરતાં પોતાના ખિસ્સા ના નાણાં અંબુજી ગોલ, તથા પ્રેમમાં સિંહે વાપર્યા છે, ત્યારે કોલવડા વાવોલ નું સ્મશાન ગૃહ જુઓ તો અનેક તકલીફો હતી, રોડ, રસ્તા, જાળી, ઝાળા ઓ થઈ ગયા હતા ,તે તમામ દૂર કરીને રંગો રંગાન પોતાના સ્વખર્ચે કરાવનાર પ્રેમલ સિંહ ગોલ દ્વારા પોતાના ખિસ્સા ની આવક વાપરી નાખી છે, ત્યારે વાવોલ ખાતે બનાવેલું કમલાપુંજ એ વાવોલ- કોલવડા થી લઈને નગરજનો માટે પણ આ ટ્રસ્ટ મહામારી માં આશીર્વાદરૂપ સાબિત થયું છે, ત્યારે કોરોનાની મહામારી બાદ જે ગઢ જાેવા જઈએ તો વોર્ડ -૭ એવા વાવોલ -કોલવડા કોંગ્રેસનો હતો,જે ધ્વસ્ત કરવામાં અને ગઢના કાંગરા ખેરવવામાં કમલા પુંજ ટ્રસ્ટે કરેલા પ્રજાના સેવા ઉપયોગી કામ નો લાભ વોર્ડ – ૭ ના તમામ ઉમેદવારો તથા ભાજપને પણ મળ્યો છે.