ગુજરાત સરકારના કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની તમે જાઓ એટલે તેમના ટેબલ ઉપર હંમેશા મીઠાઈ ભરેલી ડીશ રાખેલી હોય છે શિક્ષણ મંત્રીને આવનારા તમામ લોકોને તેઓ મોઢું મીઠું કરાવે છે પરંતુ બાપુના નામથી જાણીતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મીઠાઈ ખાતા નથી કારણ કે તેઓએ બાધા રાખી હતી કે રામ મંદિર બનાવવાનો નિર્ણય આવશે નહિ ત્યાં સુધી તેઓ મિઠાઇ ખાશો નહીં.
છેલ્લા ત્રણ દાયકાથી નિયમિત રીતે સોમનાથ મહાદેવ તથા મા અંબાજી ના મંદિરે તેમજ ભાવનગરના ખોડીયાર માતાના મંદિરે ભુપેન્દ્ર સિંહ દર્શન કરવા જાય છે સુપ્રીમ કોર્ટે આજે ઉત્તર પ્રદેશના આયોધ્યા ખાતે ની વિવાદાસ્પદ ગણાતી જમીન પર જ રામ મંદિર બાંધી શકાશે એવો ચુકાદો આપતા ભુપેન્દ્રસિંહ ની બાધા પૂર્ણ થઈ છે.
ચુકાદો આવ્યા બાદ તુરંત જ ચુડાસમાએ પોતાની આસપાસના લોકોનું મોઢું મીઠું કરાવ્યું હતું અને પોતે પણ મોં મીઠું કરીને પોતાની બાધા પૂર્ણ કરી છે. આ અંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા જણાવે છે કે 25 સપ્ટેમ્બર 1990 ના વર્ષમાં લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથ થી અયોધ્યા સુધીની રથયાત્રા કાઢી હતી આ યાત્રામાં હું પણ જોડાયો હતો, મેં ભગવાનની બાધા રાખી હતી કે જ્યાં સુધી અયોધ્યામ રામ મંદિર નહિ બને ત્યાં સુધી હું મીઠાઈ નહિ ખાવ, આજે 29 વર્ષે બાદ મારી બાધા ફળી છે’ હવે અયોધ્યામાં ભવ્ય રામમંદિર બાંધવાનો માર્ગ ખુલી ગયો છે.