કાનપુરમાં અર્માપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની ગન ફેક્ટ્રી રોડ પર મંગળ વારે સવારે માછલીઓથી છલોછલ ભરેલું એક ટ્રક અનિયંત્રિત થઈને પલટી મારી હતી. જ્યારે ટ્રકમાં લાગેલી હજારો માછલીઓ માર્ગ પર તડપતી નજરે પડી હતી. જ્યારે આ વચ્ચે છિછરા પાણીમાં હજારો માછલીઓ ફેલાી જવાના કારણે સમગ્ર નઝારો બદલાઈ ગયો હતો.
અસમંજસ અને જામ ત્યારે થયો કે ઓફિસ જતા લોકો જમીન પર પડેલી માછલીઓ પકડીને થેલા બેગમાં ભરી રહ્યા હતા. થોડી વખતમાં તો ત્યાં હાજર સંખ્યાબંધ લોકો માછલીઓને પકડી પકડીને પોતાનાં બેગમાં ભરતા જોવા મળ્યા હતા. જે રાહદારી જેટલી માછલીઓ લી જી શકે તેટલી ઉઠાવીને લઈ જતા જોવા મળ્યા હતા.
આ દરમ્યાન રસ્તા પર ભીષણ જામ લાગ્યો હતો. જામ લાગ્યાની સૂચના મળ્યા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. માછલીને લૂંટવા માટે રસ્તાની વચ્ચે જ ભારે હંગામો થયો હતો.
જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોનો પીછો કર્યો હતો.આ દરમિયાન કેટલાક પોલીસકર્મીઓ નજીકમાંથી પોલિથીન પણ લાવ્યા હતા અને તેઓએ માછલીઓ ભરવાનું પણ શરૂ કરી દીધું હતું. સવારે 7 વાગ્યે આ ઘટના બાદ રસ્તાની દરેક બાજુએ આશરે ચાર કલાક સુધી માછલીઓ જોવા મળી હતી.