ચિલ્ડ્રન્સયુનિવર્સિટી ખાતે યોજાયો ઈ-વેસ્ટ મેનેજમેન્ટ પ્રશિક્ષણ કાર્યક્રમ

Spread the love

હાલના સમયમાં ઈલેક્ટ્રોનિક્સ કચરો એ વિવિધ કચરાઓમાં સૌથી ઝડપથી વધી રહેલો કચરો છે. ભારતમાં દર વર્ષે આશરે ૩.૨૩ મિલિયનમેટ્રિકટન ઈ-વેસ્ટ પેદા થાય છે, જ્યારે આટલા જ કચરાને રિસાયકલ કરવામાં ચાર વર્ષ લાગે છે. જાે ઈ-વેસ્ટનો યોગ્ય નિકાલ કરવામાં ન આવે તો તેમાંથી નીકળતાં હાનિકારક અને ઝેરી રસાયણો પાણી, જમીન અને માનવજીવન પર ભારે હાનિકારક અસર નીપજાવે છે. આથી ઈ-વેસ્ટ મેનેજમેન્ટ એ આજના સમયની માંગ છે. આ જરૂરિયાતને ધ્યાને લઈને ગુજરાત સરકારના ક્લાયમેટ ચેન્જ વિભાગે ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી સાથે મળી ગુજરાત ક્લીનર પ્રોડક્શન સેન્ટરના સહયોગથી એક દિવસીય કેપેસિટી બિલ્ડિંગ પ્રશિક્ષણકાર્યક્રમ ૩૦મી નવેમ્બરના રોજ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ખાતે યોજ્યો હતો. જેના મુખ્ય અતિથિ તરીકે ચિલ્ડ્રન્સયુનિવર્સિટીના કુલપતિ શ્રી હર્ષદભાઈ શાહ, ક્લાયમેટ ચેન્જ વિભાગના જાેઈન્ટ સેક્રેટરી શ્રી બી. એચ. તલાટી, ક્લાયમેટ ચેન્જના ટેક્નિકલ એડવાઈઝર શ્રી શ્વેતલ શાહ,જીસીપીસીના સભ્ય સચિવ ડૉ. ભરત જૈન ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આમંત્રિત અલગ-અલગ નિષ્ણાતોદ્વારાઈ-વેસ્ટ મેનેજમેન્ટ, તેના નિયમો, રિસાયકલિંગ ફેસિલિટી અને બેસ્ટ પ્રેક્ટિસિસ વિશેની માહિતી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com