અમદાવાદ થી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં ટિકિટ વગર ના મુસાફરો પાસેથી લાંચ લેતા ડે. ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર સહિત બે ને એ.સી.બી.એ છટકું ગોઠવી બંને લાચીયા રેલ્વે કર્મચારીઓને દબોચી લીધા હતા.
એ. સી.બી.ના સૂત્રોએ જણાવ્યા અનુસાર અમદાવાદથી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસમાં વગર ટિકિટ એ જતા મુસાફરો પર કાયદેસરની દંડકીય કાર્યવાહી કરવાને બદલે લાંચની માંગણી કરી તે સ્વીકારતા જ વેસ્ટર્ન રેલ્વે અમદાવાદ ઝોન ના ઇલેક્ટ્રિશિયન અને ડેપ્યુટી ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર ને ઝડપી લેવાયા હતા. પૂર્વ બાતમીને આધારે ગાંધીનગર એ.સી.બી ની ટીમેં ડિકોય છટકું ગોઠવવાની યોજના ઘડી હતી.
આ છટકુ ગોઠવવા માટે ત્રણ ડિકોયર ને તૈયાર કરવામાં આવ્યા હતા જે અંતર્ગત એ.સી.બી.ની ટીમ અમદાવાદથી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસમાં ગોઠવાઈ ગઈ હતી યોજના પ્રમાણે મુસાફરોના સ્વાંગમાં બેઠેલા ત્રણ ડિકોયરે મહેસાણા થી પાલનપુર જવામાટે ટિકિટ લીધી ન હતી . અને આ ડિકોયર ની આજુબાજુમાં એ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત નો સ્ટાફ ગોઠવાઈ ગયો હતો.
આ દરમિયાન રાજધાની એક્સપ્રેસ અમદાવાદ થી ઉપડીને મહેસાણા જંકશન પહોંચી હતી તે દરમિયાન પ્રેમમાં ડેપ્યુટી ચીફ ટિકિટ ઇસ્પેક્ટર કમલેશ રાધેશ્યામ શર્મા તથા આસિસ્ટન્ટ હેલ્પર ( ઇલેક્ટ્રિશિયન) રૂપેશ ગીરી મનોહર ગીરી ગોસ્વામી આવ્યા હતા અને વગર ટિકિટે મુસાફરી કરતા એ.સી.બી.એ ગોઠવાયેલા વ્યક્તિઓને પકડી લીધા હતા.
જેઓ પાસે ટિકીટ ન હોવાનું જાણ્યા બાદ કમલેશ શર્મા અને રૂપેશ ગીરી ગોસ્વામી એ પતાવટ કરવી હોય તો લાચ આપવાની માંગણી કરી હતી જેમાં રકઝક ને અંતે દરેક વ્યક્તિના ૫૦૦ લેખે ગોઠવાયેલ બે વ્યક્તિ તથા એક સહાયક સહના સાથે ૧૫૦૦ ની લાંચ ની રકમ આપવાનું નક્કી થયું હતું લાંચની રકમની તૈયારી બતાવી તે દરમિયાન એ.સી.બી ની ટીમને ગુપ્ત રીતે જાણ કરવામાં આવતાં ટીમ ગોઠવાઈ ગઈ હતી લાંચની રકમ બંને જણાએ સ્વીકારીને ખિસ્સા માં મુકવા જતા તુરંત જ એ.સી.બી.ની ટીમે કમલેશ શર્મા અને રૂપેશ ગીરી ને રંગે હાથ ઝડપી લીધા હતા. નોંધનીય છે કે રાજધાની એક્સપ્રેસમાં આ પ્રકારે છટકું એસીબી દ્વારા ગોઠવાયા ની પ્રથમ જ ઘટના છે એ.સી.બી.એ લાંચ રૂશ્વત વિરોધી કાયદા અનુસાર ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી ઘટીત કાર્યવાહી હાથ ધરી છે.