ગુજરાત માં છેલ્લા છ મહિના કરતા પણ વધારે સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાઓ રાજીનામા આપ્યા બાદ નવી નિમણૂંક અંગેના વિવાદનો અંત આવી ચુક્યો છે. જેમાં ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ તરીકે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તરગુજરાતના દિગ્ગજ નેતા જગદીશ ઠાકોરની સત્તાવાર પ્રમુખ તરીકે વરણી થઇ છે. કોંગ્રેસના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ દિલ્હીથી અમદાવાદ આવતાની સાથે જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલનગારાના તાલે સેંકડો કાર્યકરોની હાજરીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જાે કે નિયુક્ત થતાની સાથે જ ઠાકોરે જાહેરાત કરી હતી કે, તેઓ આગામી ચૂંટણીમાં દાવેદારી નહી કરે. આ ઉપરાંત તેમણે સ્પષ્ટતા સાથે જણાવ્યું કે, રાહુલ ગાંધી સાથે કાલે બેઠક બાદ ર્નિણય લેવાયો હતો. જાે કે હું ચૂંટણી નથી લડવાનો કે મુખ્યમંત્રી પદનો દાવેદાર પણ નથી. અમે કોંગ્રેસના નવા મુખ્યમંત્રી બને તેવો પ્રયાસ કરી રહ્યા છીએ.
આ ઉપરાંત જગદીશ ઠાકોરે પક્ષના વિજય અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં અમે ભાજપને કચડી નાખીશું. કોંગ્રેસનું રોલર ફરી વળશે. જનતા બહુમતીથી કોંગ્રેસને જીતાડશે. લોકો હવે ભાજપના કુશાસનથી કંટાળી ચુક્યાં છે. જાે કે કોંગ્રેસની ધારાસભ્ય દળની બેઠકમાં ૧૫થી વધારે ધારાસભ્યોની ગેરહાજરી ઉડીને આંખે વળગે તેવી હતી. ગેર હાજર ધારાસભ્યોમાં પ્રવિણ મુછડીયા, પ્રતાપ દુધાત, વિક્રમ માડમ, કનુ બારૈયા, લલિત વસોયા, અશ્વિન કોટવાલ, વિમલ ચુડાસમા, ભગાભાઇ બારડ, બાબુભાઇ વાજા, ભીખાભાઇ જાેષી, વિરજી ઠુમ્મર, સંતોક બેન એરઠીયા, નૌશાદ સોલંકી, ચિરાગ કાલરીયા, હર્ષદ રીબડીયા, રાજેન્દ્રસિંહ પરમાર, ચંદ્રિકાબેન બારીયા, પુનમ પરમાર, પુના ગામીત, અનંત પટેલ સહિત ગેર હાજર રહ્યા હતા. જેથી સ્પષ્ટ રીતે ફરી એકવાર કોંગ્રેસમાં અસંતોષનું ભુત ધુણ્યું છે તે સ્પષ્ટ થાય છે.