GJ-18 ખાતે આવેલી સિવિલ હોસ્પીટલના ગેઇટ પાસે જે ગાયો અંદર ન આવે તે માટે પાઇપો નાંખવામાં આવી છે. ત્યારે આ પાઇપો તુટી જવાથઈ મોટી ગેપ પડી ગઇ છે. ઘણીવાર રીક્ષાઓ ફસાઇ જવાની પણ ઘટના બનવા પામી છે. મહાનગર પાલીકાની સામે એ ઘ-રોડ ઉપરથી અંદર સિવિલમાં આવો, એટલે ધડામ… ધડામ… ત્યારે અહીંયાથી તમામ મોટા મહાનુભાવો પસાર થાય છે. પૂર્વ ધારાસભ્ય અશોક પટેલ દિવસમાં ૮ વખત સિવિલ ખૂંદવા આવે છે, ઝટકા ખાય કમરના પણ કરાવે કોણ? ત્યારે હમણાંજ સિવિલ ઓડીટોરીયમમાં અનેક કાર્યક્રમો થઇ ગયા તેમાં મેયર, ડે. મેયર, સ્ટે. કમીટીના ચેરમેનથી લઇને કમિશ્નર અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પણ આવી ગયા છે. પણ ગેઇટમાં ધડામ થયા છતાં કોઇનું પેટનું પાણી હાલતું નથી, કે આ કરાવીએ…
સિવિલમાં બિમાર દર્દીઓ, અને ડાક્કાના ઓપરેશન કરાવેલા આ રસ્તા પરથી પસાર થાય તો સિવિલમાંથઈ ઓપરેશન કરીને રજા આપી હોય, એ અહીંયા પાછાં ધડામ થયા બાદ હોસ્પીટલમાં દાખલ થવું પડે તેવો ઘાટ સર્જાયો છે. આવન-જાવનના બંને ગેઇટો તુટી ગયા છે. ત્યારે GJ-18 ની પ્રજાજનો માટે આટલું તો કરો… ત્યારે આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ તમને ભાવ ભર્યું આમંત્રણ છે. સિવિલના એક નહીં અનેક પ્રશ્નો છે. પહેલાં હજારોમાં સંખ્યા હતી, હવે લાખોમાં પ્રજાની સંખ્યા વધી છે, પણ સિવિલનું ખાતું હજુ એમના એમ જ ચાલે છે. ત્યારે અત્યારે સૌથી વધારે મહિલા, પુરુષોમાં બી-૧૨ ની કમી છે. તેનો રીપોર્ટ સિવિલમાં થતો નથી, ત્યારે પ્રથમ હાડકા તોડ એવા આ ઝાંપા પાસે તુટી ગયેલ પાઇપને સરખી કરાવો તેવી વિનંતી, બાકી પૂર્વ ડે. મેયર નિતિકાકા હતા, ત્યારે ઘણાજ વિકાસના કામો થયા છે, રોડ, રસ્તા ગેઇટ તુટી ગયેલ તે પણ રીપેર થયેલ, ત્યારે આપ પણ રાહભાગી બનો, રોજ દર્દીઓના અને આવન-જાવન કરનારાના હાડકા તુટી રહ્યા છે.